________________
રાણકપુરની પંચતીથી રને ઉદ્ધાર બારમા સૈકામાં થયેલા રાજ્યપાલ રાજાના સમયમાં થયેલું છે. એ દર્શાવતા સં. ૧૧૫ના આસો વદિ ૧૫ (અમાવાસ્યા)ને મંગળવારના દિવસના લેખથી જણાય છે કે, અહીંના ઠાકોર રાજદેવે પિઠિયાઓથી પ્રાપ્ત થતા કરને
મે ભાગ આ મંદિરને અર્પણ કર્યો હતો.૧૧ વળી, એક સ્તંભ ઉપરના લેખથી જણાય છે કે, સં. ૧૪૪૩ના કાર્તિક વદિ ૧૪ને સેમવારે ચૌહાણ મહારાજાધિરાજ શ્રીવણવીરદેવના રાજ્યમાં શ્રીધર્મચંદ્રસૂરિના શિષ્ય શ્રીવિનયચંદ્રસૂરિએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવરાવ્યો, એની હકીકત છે.૧૨
આ મંદિરથી થોડું નીચે ઊતરતાં પૂર્વ દિશામાં ગિરનારની માફક સહાસામ્રવનની રચના અને પગલાંની સ્થાપના કરેલી છે.
ગામથી ૧ માઈલ દૂર દક્ષિણ-પશ્ચિમમાં મહાદેવના મંદિરની નજીક એક લેખ ચૌલુક્ય રાજા કુમારપાલના સમથને વિ. સં. ૧૨૨૮ના મહા સુદિ ૧૩ને સોમવારને છે; જેમાં સભામંડપ બનાવવાનો ઉલ્લેખ છે. આથી એ પણ પત્તો લાગે છે કે આ સ્થળ એ સમયે નડેલના ચૌહાણ કલ્હણના અધિકારમાં બેડી રાણી લક્ષ્મણના અને સેનાણુ ઠાકુર અણસીહના અધિકારમાં હતું.
૧૧. પરિશિષ્ટ બીજું : લેખાંકઃ ૧૮ ૧૨. એજનઃ લેખાંક: ૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org