________________
નાડેલ
૭૫
એક નાના શિખરવાળા દેરાસરમાં મૂળ ના. શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમા છે, તેના ઉપર સં. ૧૮ટ્સને લેખ છે.
મુખ્ય મંદિરની ડાબી બાજુના દેરાસરમાં શ્રીગેડી પાર્શ્વનાથ ભગવાન વગેરેની ૧૫ પ્રતિમાઓ અને શ્રી સિદ્ધચક્રપટ્ટ સ્થાપિત છે મંદિરના પાછળના ભાગના બગીચામાં શ્રી આદિનાથ ભગવાનની સં. ૧૯૫૧માં પ્રતિષ્ઠિત કરવામાં આવેલી ચરણપાદુકાઓ છે. - આ મંદિર ઉત્તર દ્વારનું છે, જેમાં કુલ ૨૯ પાષાણની અને ૩૧ ધાતુની પ્રતિમાઓ છે. મંદિરને જીર્ણોદ્ધાર કરાવવાની જરૂર છે.
૨. શ્રી નેમિનાથ ભગવાનનું દેવાલય શિખરબંધી છે. આમાં શ્રીનેમિનાથ ભગવાનની એક હાથ ઊંચી શ્યામવર્ણની પ્રતિમા છે, જે પાછળથી ૧૮મી શતાબ્દીમાં જીર્ણોદ્ધાર સમયે પ્રતિષ્ઠિત કરવામાં આવી છે.
આ મંદિરમાં જમણી તરફ મજબૂત બાંધણીનું સાત ખંડનું એક પ્રાચીન ભેંયરું છે, જે ખુલ્લું રહે છે. તેમાં કઈ જઈ શકતું નથી એમ કહેવાય છે. એમાં સ્થાનની પવિત્રતા સાચવવા માટે અખંડ દી રખાય છે. કહેવાય છે કે આ ભેંયરાને માર્ગ ઠેઠ નાડલાઈ સુધી છે ને આ સ્થળે શ્રીમાનદેવસૂરિ પિતાની સાધના કરતા હતા. તેમણે પુનિતત્તર ની રચના અહીં બેઠાં જ કરી હતી. શ્રીજયાનંદસૂરિના શિષ્ય રવિપ્રભસૂરિએ શ્રીનેમિનાથની પ્રતિષ્ઠા કરી તે મંદિર આ જ હશે. આ મંદિરમાં પાષાણની કુલ ૭ પ્રતિમાઓ છે.
ઉત્તર દીવાલે બારણું છે, ત્યાં એક વિશાળ ધર્મશાળા છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org