________________
૭૬
રાણકપુરની પંચતીર્થી અને ધર્મશાળા વચ્ચે પીપળાનું ઝાડ છે. ધર્મશાળાના દ્વારની બાજુમાં વહીવટ કરનારી પેઢીનું કાર્યાલય છે. આ ધર્મશાળાને અગ્નિખૂણે કૂવે છે, તેમાં રેંટ ગોઠવેલ છે. તેની પાસે જ એક હજ છે. તમામ જૈન ઓશવાળની સ્ત્રીઓ અહીં જ પાણી ભરવા આવે છે.
આ જ દેવલની ઉત્તર દક્ષિણ એ સારોમાં શત્રુંજય, સમેતશિખર અને અષ્ટાપદની રચના જે કઈ પણ ઉત્સવ પ્રસંગે કરાવી હશે તે એમને એમ રહેવા દેવામાં આવી છે, તે જોવાલાયક છે. દેવળને ફરતે એક વિશાળ છે. દેવળ પશ્ચિમ દ્વારનું છે અને તેને દરવાજે બજારમાં પડે છે.
બંને દેવળો દરબાર ગઢની પેલી બાજુ એકાંતમાં આવેલાં છે પણ તે એક વિશાળ ચોગાનમાં છે, જેની આજુબાજુ વડે બાંધે છે.
૩. શિખરબંધી મંદિર છે, જેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન છે, તેના પરિકર ઉપર સં. ૧૧૮૧ને લેખ છે. ભીંત પર ધાર્મિક ચિત્રો દેરેલાં છે. આમાં પાષાણની ત્રણ પ્રતિમાઓ છે.
૪. આ મંદિરમાં મૂળનાયક શ્રીજીરાવલા પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. આ મંદિર ઘૂમટબંધી છે. આમાં પાષાણની ૩ પ્રતિમાઓ છે.
સં. ૧૭૫૫માં શ્રીજ્ઞાનવિમલસૂરિ રચેલી તીર્થમાં માં “નાડોલ ત્રિષ્ય પ્રાસાદ”—નાડેલમાં ત્રણ મંદિર હોવાને ઉલેખ છે એટલે ચોથું મંદિર તે પછી બન્યું હોય એમ જણાય છે.
ગામથી શા માઈલ પૂર્વમાં “જૂના ખેડા” નામે સ્થળ છે. પહેલાં આ નાડેલ ગામ આ સ્થાન પર હતું. અહીં પ્રાચીન મંદિરનાં અનેક ભગ્નાવશેષે પડેલાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org