________________
ભારતનું એક અનુપમ
૧ર૭ પૂબ વિચારપૂર્વક કેઈ અત્યંત રમણીય અને શાંત જગાને પસંદ કરતા હતા. એવા સ્થળે શ્રેષ્ઠ કળાકાર અને શિલ્પી પૂરા પ્રેમ અને ભક્તિથી પિતાની નિર્માણશક્તિ લગાવીને ભગ વાનના આલયની રચના કરતા હતા, જ્યાં આવીને પ્રશાંત અને સાત્વિક સાંદર્યના પરિચયથી મનુષ્ય પણ પિતામાં પડી રહેલી દિવ્યતાને વિકાસ કરી શકતા. રાણકપુરનું શ્રેલદીપક દેવાલય: *
ભારતના સુપ્રસિદ્ધ અને કળાપૂર્ણ મંદિરમાં આબુ પર્વત પરનાં દેલવાડાનાં જૈન મંદિરનું સ્થાન અનન્ય છે. દેલવાડાના મંદિરે સિવાય પણ એ જ વર્ગનાં બીજાં પણ જૈન મંદિર છે, જે એટલાં પ્રસિદ્ધ નથી, પરંતુ દેલવાડાનાં મંદિરથી કેટલી વાતે અધિક્તર સુંદર છે. આબુથી ઉત્તરમાં દક્ષિણ મારવાડના રાણકપુરનું જૈન મંદિર એક એવું જ મંદિર છે, જે આબુના મંદિરની સમાન સુપ્રસિદ્ધ નથી પરંતુ નિર્માણ સ્થાપત્યની દષ્ટિએ આબુનાં મંદિરેથી કેટલુંયે ઉત્કૃષ્ટ કેટિનું છે.
આબુરોડથી અજમેર જતી મેઈન રેલ લાઈન પર લગભગ ૩ કલાક પછી રણ સ્ટેશન આવે છે. અહીંથી યાત્રીઓ મેટર–બસો દ્વારા સાદડી જાય છે. સાદડીથી ૫-૬ માઈલ ચાલીને અગર બળદગાડીથી રાણપુર પહોંચાય છે.
રસ્તે નિર્જન છે અને દેવવિમાનની ઉપમા આ મંદિર માટે સાર્થક છે. સફેદ સંગમર્મરનું આ ભવ્ય મંદિર પહાડેની વચ્ચે કોઈ શાંત સરોવરમાં વિકસિત સહસ્ત્રદલ શ્રત પની માફક શોભે છે. મંદિરની પાસે નાની નદી મંદિરની દિવ્યતાનું ગુણગાન કરતી વહી રહી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org