________________
७४
રાણકપુરની પંચતીથી પ્રતિમા વિરાજમાન છે. તેના નીચે સં. ૧૬૯૬ને લેખ છે, જેનાથી જણાય છે કે, મહારાણુ જગતસિંહ પ્રથમના સમયમાં આ મૂર્તિ સ્થાપન કરવામાં આવી હતી.
મૂળનાયકની બંને બાજુએ શ્રી આદિનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનની બે પ્રતિમાઓ છે. તે પિકી શ્રી શાંતિનાથ ભગવાનના પબાસનમાં સં. ૧૬૮૬ને શુક્રવારને લેખ કેરેલો છે. ગૂઢમંડપમાં બંને તરફ શ્રી શાંતિનાથ અને શ્રી નેમિનાથ ભગવાનની ઊભી (કાઉસગિયા) વેતવર્ણની પ્રતિમાઓ છે. તે બંને ઉપર સં. ૧૨૧૫ના વૈશાખ સુદિ ૧૦ ને મંગળવારના એકસરખા લેખે છે. આ લેખે ઉપરથી જણાય છે કે, આ બંને પ્રતિમાઓ બીસાડા ગામનું મંદિર કે કારણે નષ્ટ થતાં અહીં લાવીને પધરાવવામાં આવી છે.
આ મંદિરની ભમતીમાં ચોતરા ઉપર એક દેરી છે, તેમાં કસોટીથી ઓળખાતા શ્યામ પથ્થરનું એક જ શિલામાંથી કેરી કાઢેલું ચૌમુખજીનું અખંડ દેરાસર છે. કસોટી જેવા કઠણ પથ્થરમાં કરેલી ઝીણી નકશી આશ્ચર્યચકિત બનાવે એવી છે. આ દેરાસરમાં ચૌમુખી ચાર પ્રતિમાઓ વિરાજમાન હતી, જેને લૂંટારાઓ ચોરી ગયાનું કહેવાય છે.
આ મંદિરમાં કેઈના કહેવા પ્રમાણે પરમહંત મહારાજા કુમારપાલની, જ્યારે બીજાના કહેવા પ્રમાણે મહારાજા સંપ્રતિની એક અધારૂઢ પ્રતિમા છે. મંદિરના કંપાઉંડમાં
૨. પરિશિષ્ટ બીજું: લેખાંક: ૩૪ ૩. એજનઃ લેખાંક: ૩૩ ૪. એજનઃ લેખાંકઃ ૩૦, ૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org