________________
(૦.
સાથે ભાદર્ય એ છે કે સુંદર છે છતાં,
રાણકપુરની પંચતીથી પાસે પથ્થરના એક હાથી ઉપર શેઠ-શેઠાણીનું યુગલ બેઠેલું છે પરંતુ તેના ઉપર લેખ નથી. સંભવ છે કે, મંદિરનિર્માતા શેઠ-શેઠાણીની આ મૂર્તિઓ હેય. મંદિરના ચોકમાં સંવત ૧૮૦૬ના ૩ શિલાલેખે છે પરંતુ તેમાં મંદિરના બંધાવનારને કશો ઉલ્લેખ નથી.
દેવળને બાહ્ય મંડપ જે કે સુંદર છે છતાં તેના કારણે દેવળનું બાહ્ય સૌંદર્ય એ થયેલું જણાય છે, આગલા મંડપ સાથે ભમતી લગભગ મળી ગયેલી છે. ભમતી અને ગભારા વચ્ચે એક માણસ જઈ શકે એટલી જ માત્ર જગા છે અને દેવળના ગર્ભગૃહમાં પ્રકાશને કેઈ અવકાશ નથી.
દરવાજાની બહાર બંને તરફ પથ્થરના ૨ હાથીએ ઊભા કરેલા છે. દરવાજામાં પેસતાં ડાબી તરફના હાથી પાસે એક ૧ ગજ લાંબે શિલાલેખ કરેલ છે. તેમાં મેવાડના રાણુઓ ઉપર જૈનાચાર્યોએ પિતાની સાત્વિક સિદ્ધિને પૂરે પ્રભાવ પાડ્યાને નિર્દેશ છે. સં. ૧૬૮૬ પહેલાં યાત્રીઓ પાસેથી અમુક કર લેવાતું હશે, તે તપાગચ્છાચાર્ય શ્રી વિજયદેવસૂરિના ઉપદેશથી મેવાડના રાણા શ્રીજગતસિંહજીએ સં. ૧૬૯૬ના સમયથી પિષ વદિ ૮ થી માંડીને ૧૧ સુધીના એટલે મેળાના ૪ દિવસે માટે યાત્રીઓ પાસેથી લેવાતે કર બંધ કર્યો હતો –એ સંબંધી ઉલ્લેખ છે.
રાણકપુરની નકલરૂપે આ તીર્થ અત્યારે વિદ્યમાન છે અને ભવ્યતામાં બીજાં મંદિરથી જરાયે ઓછું ઊતરે એવું નથી.
અહીં પ્રતિવર્ષ પિષ દશમી (માગશર વદિ ૧૦)ના રાજ મટે મેળો ભરાય છે.
નદીના સામા કાંઠે જૈન શ્વેતાંબર કારખાનાને બગીચે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org