________________
૪. નાડેલ
નાડેલ મારવાડની પંચતીથી માંનું ચોથું તીર્થ છે. પ્રાચીન ગ્રંથ અને શિલાલેખોમાં નડુલ, નડુલ, નદુલ, નર્ધલપુર, નન્દપુર વગેરે નામે મળી આવે છે. રાણી સ્ટેશનથી ૭ માઈલ દૂર પૂર્વોત્તર ખૂણામાં અને દેસૂરીથી ૧૦ માઈલ દૂર ઉત્તર પશ્ચિમ દિશામાં આ કસબે આબાદ છે. •
એક સમયે ચોહાણ સરદારનું આ પાટનગર હતું. સમરવિજયી થયેલા અહીંના ચૌહાણ રાજવીઓ ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. જાલેરના સોનગરા ચૌહાણે આ નગરમાંથી જ ગયા હતા અને જાલેરના સોનગિરનું રાજ્ય કરવાના કારણે તેઓ “સેનગરા” કહેવાયા. ચૌહાણ વંશના સ્થાપક રાજા લક્ષ્મણના સમયના સં. ૧૦૨૪ અને સં. ૧૦૩૯ત્ના બે લેખે કર્નલ ટેડને મળ્યા હતા, જે શિલાલેખે તેમણે લંડનની રિયલ એશિયાટિક સોસાયટીને આપી દીધા હતા. તેમાંથી આ નગરની પ્રાચીન રાજકીય સ્થિતિને ખ્યાલ આવે છે. ભારત સરકારે રાજાનું એકીકરણ કર્યું તે અગાઉ આ કસબ ઘાણેરાવ ઠાકરના હાથમાં અને જોધપુર રાજ્યની હકુમત હેઠળ હતે. આજે રાજસ્થાન સરકારના તાબામાં છે. ગામમાં અને ગામ બહાર કેટલાંક જૈનેતર સ્થળો છે, જે પ્રાચીન ઈતિહાસની શોધ કરનારાઓ માટે દર્શનીય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org