________________
રાણકપુર
રાવ્યાને મેટે લેખ દેરીના દરવાજાની પાસે છે. આ મંડપમાં એક જ શિલામાં કરેલી ત્રણ કાઉસગિયા મૂર્તિઓ મનહર છે. મુખ્ય ચૌમુખ મંદિરની ઉત્તર દિશામાં પાંચ વર્ષથી ઊભેલું રાયણવૃક્ષ અને તેની નીચે શ્રીઆદીશ્વર ભગવાનનાં પગલાંની કળામય દેરી છે, જે શત્રુંજયનું સ્મરણ અપાવી રહી છે.
ઉત્તર-પશ્ચિમમાં આવેલાં દેરાસરે પકી એકમાં શ્રીસમેતશિખરની કેરણવાળી રચના છે. તેના ઉપર સં. ૧૫૩૨ નો લેખ છે. સામેના બીજા મંદિરમાં અષ્ટાપદની અધૂરી રચના છે, તેના દરવાજામાં સં. ૧૫૩૨ ના ચૈત્ર સુદિ ૧૩ ને લેખ છે. બે મોટી શિલાઓ ઉપર કરેલી અને મંત્રાકારે ગોઠવેલો નંદીશ્વરની રચના, સમેતશિખરવાળા દેરાસરની ભીતના લાંબા પહોળા પથ્થર ઉપર કરેલા શત્રુંજય અને ગિરનારના પટે, ડાબી બાજુએ નાલમંડપમાં સહસકૂટની સુંદર રચના-વગેરે આકૃતિઓની કેરણી બેનમૂન છે.
ઉત્તર તરફના નાલમંડપ પાસે ખૂણાના દેરાસરની ભીંતમાં એક મેટી શિલા ઉપર સહસ્ત્રફણુ પાર્શ્વનાથ ભગવાનનું આંટી ગૂંચ્યા જેવું શિ૯૫ તે સો કેઈને દિલ્મઢ બનાવે એવું છે. એ શિલ્પમાં શ્રી પાર્શ્વનાથની મૂર્તિ નાગેન્દ્રની પીઠ ઉપર કાયેત્સર્ગપૂર્વક ધ્યાનમાં ઊભેલી છે અને એ જ નાગેન્દ્ર બીજાં નાગનાગિણુઓ સાથે આંટા લગાવી ગૂંથેલું ૧૦૦૮ ફણાનું છત્ર ધારણ કરી રાખ્યું છે. નાગ અને નાગિણીઓએ પિતાની સમગ્ર શક્તિ જાણે કામે લગાડી હેય તેવું આ શિલ્પ એવી ખૂબીથી ઉપજાવી કાઢ્યું છે કે સામાન્ય નજરે એ કેયડારૂપ બની રહે. આ કૃતિમાં શિલ્પીએ પિતાના ઉત્કૃષ્ટ કલાકૌશ--
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org