________________
રાણકપુરની પંચતીથી તેણે જલદી આપવા જણાવ્યું. દરબારે કહ્યું: “તારા ભગવાન કંઈ મૂછોવાળા છે તે આટલી બધી ઉતાવળ કરે છે?”
આવા જવાબથી પૂજારીને માઠું લાગ્યું. તેણે રાણુને સવિનય જવાબ આપે કે, “વાપસી થૈ પધારી મૂછારા દરશન કરે.” એ વાતની ખાતરી કરવા પણ તેમને વિનવ્યું.
અહીંના પૂજારીઓ વંશપરંપરાગતથી સ્થાયી પગાર વિનાના હોય છે અને પિતાની કુળમાન્યતાને અનુસરતાં જેમની પૂજા તેઓ કરે છે તેમના પ્રત્યે પણ તેમને પૂજ્યભાવ અને શ્રદ્ધા અનેરી હોય છે.
બસ, પછી તે પૂજારીએ ભગવાનનું એકનિષ્ઠાથી ત્રણેક દિવસ ધ્યાન ધર્યું અને રાણએ આવીને જોયું તે સાચે જ ભગવાન મૂછોવાળા દેખાયા.
રાણાએ નિશ્ચય કર્યો કે, એક જ જગાએ બે મૂછાળા રહી ન શકે. આથી એ સ્થળથી દૂર નદી કિનારે કિલ્લો બંધાવી ગામ વસાવ્યું.
એ દિવસથી આ ભગવાન મૂછાળા મહાવીરના નામથી પ્રસિદ્ધ થયા. મેળાને દિવસે અહીંના રાણા આવીને પ્રથમ પૂજા કરે એ રિવાજ છે.” (
આ દંતકથામાંથી એટલું ફલિત થાય છે કે, આ તીર્થ ઘણું પ્રાચીન છે. કેટલાક તે આ પ્રતિમાને રાજા નંદિવર્ધનના સમયની માને છે અને જૂની સ્થાપત્ય રચનાની દષ્ટિએ આ મંદિર ૧૧ મા સૈકાનું તે જણાય છે. જો કે પ્રાચીન શિલાલેખે મળી આવતા નથી એટલે સંભવ છે કે જીર્ણોદ્ધાર પ્રસંગે લેખે નાશ પામ્યા હશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org