________________
રાણકપુર
ઉત્તર દિશાના દેરાસરમાં પાઘડી, ખેસ અને કંઠમાં મિતીના હાર વગેરે વસ્ત્રાભૂષણથી સજા અને હાથમાં માળા સાથેની પદ્માસનસ્થ ધરણશેઠની મૂર્તિ હોવાનું કહેવાય છે. પરંતુ એ મૂતિ ધરણશાહની લાગતી નથી. મૂર્તિ ઉપર લેપ કરેલે, છે અને મૂર્તિનું નાક જરા ખંડિત થયું છે.
બીજા માળમાં પણ ચૌમુખ પ્રતિમાઓ વિરાજમાન છે. તેમાં પશ્ચિમ દિશાના મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવાનની પલાંઠી નીચે સં. ૧૫૦૭ને લેખ છે. બાકીની ત્રણે બાજુએ કમશ: સં. ૧૫૦૭, સં. ૧૫૦૮ અને સં. ૧૫૦૯ના લેખે છે. બધી પ્રતિમાઓની પ્રતિષ્ઠા શ્રીરત્નશેખરસૂરિએ કરેલી છે. આ દેરાસર પણ ચાર દરવાજાવાળું છે.
બીજા માળમાં પણ પહેલા માળની જેમ ચારે ખૂણે ૪ દેરાસર બાંધવાની શરૂઆત કરેલી જોવાય છે. ૨ મંદિર અધૂરાં બનેલાં છે જ્યારે ૨ મંદિરનાં કામની શરૂઆત કરેલી લાગે છે. અધૂરાં મંદિરે પિકી એકમાં ચૌમુખજી વિરાજમાન છે. અહીં ૮ થાંભલા છે. તે પ્રત્યેક થાંભલામાં ૯ જિનપ્રતિમાઓ ઉત્કીર્ણ છે; એ રીતે ૮ થાંભલામાં મળીને કુલ ૭૨ જિનપ્રતિમાઓ છે. સંભવત: ભૂત, ભવિષ્ય અને વર્તમાન વીશીની આ સ્થાપના હશે.
ત્રીજા માળમાં પણ ચૌમુખ પ્રતિમાઓ વિરાજમાન છે. તેમાં શ્રી સંભવનાથ, આદિનાથ વગેરે તીર્થકરોની મળીને ૪ મૂર્તિઓ છે. દક્ષિણ દિશાના મૂલનાયક ઉપર સં. ૧૫૦૯
૧૧. પરિશિષ્ટ બીજું : લેખાંક: ૪ , ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org