________________
રાણકપુર અઠ્ઠમ અને પૌષધ તપ કરવાથી સૌધર્મ દેવકને દેવે આવીને વર માગવા કહ્યું. આથી તેમણે દેરું બંધાવવાની ઈચ્છા દર્શાવી. દેવતાએ તેમને દેવવિમાન જે પટ આલેખીને આપે અને દેપા નામને સલાટ તેમજ પથ્થરની ખાણ પણ બતાવી.
“સં. ૧૪૫માં ધરણાશાહે ત્રાષભદેવ પ્રાસાદ બંધાવ્યું. તેમાં પાંચ મેરુ, ચારે તરફ મેટ ગઢ, બ્રહ્માંડના જેવી બાંધણી, ૮૪ દેરીઓ, ચારે તરફ ચાર પિળ, ૧૪૨૪ (૪૪) થાંભલા, એકેક દિશામાં બત્રીસ-બત્રીશ તેરણે, ચારે દિશાએ ચાર રંગમંડપ, સહસકૂટ, અષ્ટાપદ, નવ બેંયરામાં અનેક જિનબિંબ, રાયણની નીચે પાદુકા, અર્બદ મૂર્તિ વગેરે યુક્ત ત્રણ માળનું આ દેરાસર છે.
સં ૧૪૭ના વૈશાખ સુદી ૭ ને દિવસે તપાગચ્છાચાર્ય શ્રીસેમસુંદરસૂરિએ એની પ્રતિષ્ઠા કરી. એમાં મૂળનાયક ચૌમુખજી શ્રી ઋષભદેવ ભગવાન પરિકર સહિત છે. ત્રણ ભૂમિકાઓ છે. એ સમયે ૩૪૦૦૦ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ધરણુવિહાર સિવાય બીજા ચાર મંદિર પાસે પાસે છે.” ૨૯
અઢારમી સદીના યાત્રી પં. મહિમા વિરચિત તીર્થમારા માં પણ અહીં પાંચ મંદિરે હેવાનું જણાવ્યું છે. જે ત્રણ માળનાં ત્રણ દેરાસર અને શ્રી પાર્શ્વનાથ તેમજ શ્રીનેમનાથના મંદિરને ગણુને જણાવ્યું હોય એમ લાગે છે.
૨૯. જુઓ: પરિશિષ્ટ પહેલું : સ્તવન : ૩. ૩૦. “પ્રાચીન તીર્થમાળા સંગ્રહ : પૃષ્ઠ: ૫૯, કડી: ૬.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org