________________
૧૩
ઘારાવ–મૂછાળા મહાવીર
૨. વાવડીકમાં શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું ઘૂમટબંધી મંદિર હીંગડ સુતરદાસે સં. ૧૮૦૦ લગભગમાં બંધાવ્યું છે. એ સંબંધી એમાં લેખ છે. આમાં પાષાણુની ૧૯ અને ધાતુની ૨ મૂર્તિઓ છે. આને વહીવટ શ્રીસંઘ કરે છે.
૩. હીંગડાના વાસમાં શ્રીગેડી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર લેઢા બિહારીદાસ રૂપચંદે સં. ૧૮૧૪માં બંધાવ્યું છે. એ સંબંધી એમાં લેખ છે. શ્રીમહાવીરસ્વામી ભગવાનની પેઢી વહીવટ કરે છે.
૪. વાંસાના વાસમાં શ્રી અભિનંદન સ્વામીનું શિખરબંધી મંદિર રાઠેડ લાલચંદ હરચંદે સં૦ ૧૮૩૬માં બંધાવ્યું છે. એ સંબંધી એમાં લેખ છે. તેમાં પાષાણની ૧૦ અને ધાતુની પમૂર્તિઓ છે. શ્રી મહાવીર સ્વામી ભગવાનની પેઢી વહીવટ કરે છે.
૫. પિરવાડેના વાસમાં શ્રી શાંતિનાથ ભગવાનનું ઘૂમટબંધી મંદિર સં. ૧૯૬રમાં શ્રીસંઘે બંધાવ્યું છે, એ સંબંધી તેમાં લેખ છે. આમાં પાષાણની ૭ અને ધાતુની મૂર્તિઓ છે. એને વહીવટ પિરવાડ શ્રીસંઘ કરે છે.
૬. બજારમાં કોટવાલીની પાસે શ્રીધર્મનાથ ભગવાનનું શિખરબંધી મંદિર શ્રીસંઘે બંધાવ્યું છે. આમાં પાષાણની ૮ અને ધાતુની ૧ મૂર્તિ છે. શ્રીમહાવીરસ્વામી ભગવાનની પેઢી આને વહીવટ કરે છે.
૭ બજારમાં ગઢની પાછળ શ્રી આદિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર સં. ૧૫૦૦માં શ્રીસંઘે બંધાવ્યું છે, પરંતુ મંદિરનું સ્થાપત્ય બારમા સૈકાનું લાગે છે. એમાં પાષાણની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org