________________
tria
૨. ઘાણેરાવ-મૂછાળા મહાવીર
મૂછાળા મહાવીરના તીર્થે જતાં ઘાણેરાવ ગામ થઈને જવાય છે. તેથી અહીંનાં મંદિરનાં દર્શનને પ્રાસંગિક લાભ લેનારા માટે તેની વિગત જાણવાનું ઉપયોગી થઈ પડશે.
* ઘાણેરાવ રાણ સ્ટેશનથી ૧૫ માઈલ દૂર આડાવલા (અરવલી)ના પશ્ચિમી ઢાળ ઉપર અને દેસૂરીથી ૪ માઈલ દૂર દક્ષિણપશ્ચિમમાં આ ઘણેરાવ કસબે વસેલે છે અને તે જોધપુર રાજ્યમાં આવેલ છે.
અહીં એશવાલ શ્રાવકેનાં ૩૫૦ અને પિરવાડ શ્રાવકેનાં ૫૦ ઘરે છે. મૂર્તિપૂજક જૈનેની લગભગ ૧૨૦૦ માણસોની વસ્તી છે. ૫ ઉપાશ્રયે, ૪ ધર્મશાળા અને ૧ જૈન વિદ્યાલય છે.
ગામમાં ૧૧ જેન મંદિરે દર્શનીય છે. તેમાં ૫ મંદિરે શિખરબંધી અને બાકીનાં ઘૂમટબંધી કે ધાબાબંધી છે.
૧. નવી પાર્ટીમાં શ્રીકુંથુનાથ ભગવાનનું શિખરબંધી મંદિર ઠેડ અમીચંદ નાથાભાઈએ સં. ૧૮૭૨માં બંધાવ્યું છે. એ સંબંધી લેખ મંદિરમાં મોજુદ છે. મંદિરમાં પાષાણની ૧૨ મૂર્તિઓ છે. શ્રીમહાવીરસ્વામી ભગવાનની પેઢી આને વહીવટ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org