________________
રાણકપુર,
૩૧ દેવાલયને બરાબર દેખાવ આપે છે. કારણ કે, બીજાં જૂનાં દેવાલમાં બહારના ભાગ ઉપર કોતરકામને અભાવ હેય છે. આ દેવાલયમાં ઘણું અને નાના ભાગે પાડેલા છે, તેથી શિક્ષવિદ્યાની ખરી શોભા તેમાં દેખાઈ આવે તેમ નથી, પરંતુ દરેક સ્તંભે એકબીજાથી જુદા છે, તેમજ ઉત્તમ રીતે ગઠવેલા છે અને તેમના ઉપર ભિન્ન ભિન્ન ઊંચાઈના ઘૂમટે ગોઠવેલા છે. આ બધાય ઉપરથી મન ઉપર ઘણી સારી અસર ઊપજે છે. આવી સારી અસર કરે તેવું તથા સ્તંભેની સુંદર ગોઠવણીને ખ્યાલ આપે એવું હિંદુસ્તાનમાં બીજું એકે દેવાલય નથી.”
આ ધરણુવિહાર મંદિરની જમીન સં. ૧૪૧૧માં રાણું મોકલના સમયે ખરીદવામાં આવેલી એવું એક તામ્રપત્ર હોવાનું જાણવામાં આવ્યું છે.૧૩ અને પં. શીલવિજયજીના કથન મુજબ આ મંદિરને પાયે સં. ૧૪૪૬માં નાખવામાં આવ્યું અને મંદિરની પ્રતિષ્ઠા સં. ૧૪૯૮ના ફાગણ વદિ ૫ ના દિવસે
૧૩. આ તામ્રપત્રની નકલ રાણપુર-સાદડીનાં મંદિરને વહીવટ કરતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના મુનિમ બી. ગોવિંદદાસ પાસેથી જેવી મળી તેવી આ રીતે છે –
“साध श्री महाराणाजी श्री मोकलसींगजीके दत्त परस्त शहीयेना परवाला नगम सादडीरा सीमसु कर धरती बीगा ५१ अखरे एकावन नाम शीम शुद्धा श्री राणकपुरजीरे मंदीर वंदाबा सार कर दीयो. गमबचन मंदरका नाम बच बदाखा दरसु पर धरती ७ अखरे सात श्री राणकपुरजीरा बाग सार कर दीधो से कुशीथी करावजो जीणरा ते वापतरा कर दीदो अणरो के बेसल करशी जीणे एकलिंगनाथ पुगशे. संमत १४३१ कारतकरात सुदि १३ दसगत पांचोली चुणपादका."
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org