________________
રાણકપુર
'
'
૪૧
સ્તવનમાં જણાવ્યું છે કે “ધરણા શેઠે એક જ મુહૂર્તમાં એકસામટાં ચાર કામ આદર્યા હતાં. પહેલું દેવળનું મંડાણ, બીજું સત્રશાળા, ત્રીજું દેવળની સામે સુંદર પૌષધશાળા અને શું પિતાના વાસગૃહનું મુહૂર્ત કર્યું હતું.” - શ્રીસેમસુંદરસૂરિના શિષ્ય શ્રી પ્રતિષ્ઠા મે સં. ૧૫૨૪માં રચેલા માથા માં મંદિરની રચના અને પૌષધશાળાનું હૂબહુ વર્ણન કરતાં કહ્યું છે કે –
એક દિવસે (સં. ૧૪૪૬માં) સૂરિ(સેમસુંદરસૂરિ)એ વ્યાખ્યાનમાં જિનપ્રતિમા અને જિનમંદિર કરાવવાથી થતા પુણ્યફળનું વર્ણન કર્યું. એ ઉપદેશે ધરણા શેઠના હૃદયમાં સુંદર અસર નિપજાવી અને કૈલાસગિરિસમું ઉન્નત અને મનહર મંદિર બંધાવવાને તેમણે નિર્ણય કર્યો. એ મુજબ શ્રેષ્ઠ શિલ્પીઓને બોલાવી સિદ્ધપુરના “રાજવિહાર' જેવું અનુપમ મંદિર બાંધવાને આદેશ કર્યો.
“શિલ્પીઓએ પ્રથમ ઘડેલા પથ્થરોને બંધબેસતી રીતે જડને પીઠબંધ બાંધ્યું. તેના ઉપર ત્રણ માળ ચણવી મધ્યમાં અનેક પ્રકારના ઊંચા મંડપ બનાવ્યા. અનેક પ્રકારની પૂતળીએ અને સુંદર નકશીથી સુશોભિત થયેલા મંદિરને જોઈ લેકોનાં ચિત્ત આશ્ચર્યમગ્ન બની ગયાં. એ મૂળ મંદિરની ચારે બાજુએ ચાર ઉજજવળ ભદ્રપ્રાસાદ બનાવ્યા. આમ નંદીશ્વર તીર્થના અવતારસનું અને ત્રણે લોકમાં દેદીપ્યમાન
૨૨. પરિશિષ્ટ પહેલું. કડી ૨૩; અને “ગુરુગુણરત્નાકર કાવ્ય.” પૃષ્ઠ ૧૧. લેકઃ ૬૧.
૨૩. સર્ગ ૯, શ્લોક ૪૦ થી ૫૪.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org