________________
૧૦
રાણકપુરની પંચતીથી
૫, રાણકપુરના રસ્તા ઉપર ગામથી ૧ માઈલ દૂર શ્રી આદીશ્વર ભગવાનનું શિખરબંધી મંદિર છે. તેને સં. ૧૭૫૦ માં જીર્ણોદ્ધાર થયેલું છે. મંદિરમાં પાષાણની ૯ અને ધાતુની ૧ પ્રતિમા છે. મંદિરની સ્થિતિ સારી છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી વહીવટ કરે છે.
( [ સાદડીથી દક્ષિણ દિશામાં ૬ માઈલ દૂર રાણપુર જવા માટે બે રસ્તાઓ છે. એક જૂને અને બીજે નવે. જૂનો રસ્તો સાદડી બગીચાથી શરૂ થાય છે, જ્યારે નવો રસ્તો છેલ્લા શ્રી. ઋષભદેવ ભગવાનના મંદિર આગળ થઈને જાય છે. નવો રસ્તો સગવડભર્યો છે. બે એક વર્ષ થયાં સડક બાંધવામાં આવી છે. ઉપર્યુક્ત મંદિરથી આગળ જતાં બંને તરફ નાની નાની ટેકરીઓની હારમાળા છે. વચ્ચે વચ્ચે ખેતશે અને ઝાડવાંનાં ઝુંડ નજરે પડે છે. એક તરફ નદીને પ્રવાહ દર—નજીક બનતે યાત્રીને સાથ આપે છે. માર્ગમાં એ નદીને પાંચ-છ વખત ઓળંગવી પડે છે. ૨ માઈલ લગભગનો રસ્તો વટાવીએ ત્યારે જમણી તરફ વટવૃક્ષોની છાયામાં આવેલી “હીરાવાવ' નામનું વિશ્રામ સ્થળ આવે છે. અહીં પરબ બેસાડેલી છે. ત્યાંથી એ જ માગે ૨-રા માઈલ આગળ ચાલતાં “ચંદનવાવ’ નામે પરબનું સ્થળ આવે છે. ત્યાંથી ૧ માઈલ દૂર રાણકપુર તીર્થના માર્ગે જતાં અંતે પથરાળી નદીના પ્રવાહમાંથી પસાર થઈ ડાબી બાજુના સઘન વનને અને જમણી બાજુએ બાંધેલા તળાવના ભવ્ય બંધને નિહાળતે યાત્રી નદી પ્રવાહમાં સ્થાપેલી હગત (શક્તિ) માતાના
સ્થાન પાસે આવી પહોંચે છે, ત્યાંથી રાણપુર તીર્થના વિશાળ કંપાઉંડમાં રહેલાં ત્રણે મંદિરનાં શિખરનાં દર્શન કરે છે.]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org