Book Title: Purvaseva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 12
________________ પૂર્વસેવાદ્વાચિંશિકા/સંકલના વળી, શ્લોક-૧માં ચાર પ્રકારની પૂર્વસેવા બતાવતાં ગુરુદેવાદિ પૂજનરૂપ પ્રથમ પૂર્વસેવાનો ભેદ બતાવ્યો. તેમાં ગુરુદેવાદિના પૂજનમાં આદિ પદથી કોને ગ્રહણ કરવાના છે, તે બતાવવા અર્થે શ્લોક-૧૧માં બતાવ્યું, કે પાત્રમાં અને દીનાદિ વર્ગમાં પોષ્યવર્ગના અવિરોધથી દાન આપવું તે પણ પૂજનીય એવા સુપાત્રની ભક્તિના અંગરૂપ છે, અને તેથી શ્લોક-૧૨માં પૂજનીય એવા લિંગીઓનું સ્વરૂપ બતાવ્યું અને દિનાદિ વર્ગનું સ્વરૂપ બતાવ્યું. શ્લોક-૧૨ સુધીમાં પ્રથમ પૂર્વસેવાનું સ્વરૂપ બતાવ્યા પછી સદાચારરૂપ બીજી પૂર્વસેવા બતાવે છે. તેમાં શ્લોક-૧૩ અને ૧૪માં આદિધાર્મિકના સદાચારોનું વિશેષ સ્વરૂપ બતાવે છે. ત્યારપછી શ્લોક-૧૭થી ૨૧ સુધી આદિધાર્મિકને કરવા યોગ્ય તપનું સ્વરૂપ બતાવેલ છે. શ્લોક-૨૨ થી ૩૨ સુધી મુક્તિઅદ્વેષનું સ્વરૂપ બતાવેલ છે અને મુક્તિઅષનું સ્વરૂપ બતાવતાં મોક્ષ ભોગસંક્લેશથી રહિત કર્મક્ષયરૂપ છે, તેમ બતાવેલ છે. મોક્ષ સર્વ સંક્લેશરહિત આત્માની સુખમય અવસ્થારૂપ છે, આમ છતાં દૃઢ અજ્ઞાનને કારણે મોક્ષ ભોગસામગ્રી વગરનો હોવાથી સુખરૂપ નથી, એવો બોધ થવાથી જીવને મુક્તિનો દ્વેષ થાય છે. વળી, જેઓને ભવનાં ભૌતિક સુખો પ્રત્યે અત્યંત રાગ છે, તેઓને મોક્ષમાં ભોગસુખનો અભાવ હોવાથી મોક્ષ અસાર જણાય છે તેથી મોક્ષ પ્રત્યે દ્વેષ વર્તે છે અને મોક્ષ પ્રત્યે દ્વેષ હોવાને કારણે મોક્ષને અસાર કહેનારા અર્ધવિચારક લોકોનાં વચનો ગ્રંથકારે શ્લોક-૨૪-૨૫માં બતાવેલ છે અને મોક્ષ પ્રત્યેનો દ્વેષ જીવ માટે અત્યંત અનર્થકારી છે અને જે જીવોનો સહજમલ અલ્પ થયો છે, તેઓને ભવ પ્રત્યે અનુત્કટ રાગ વર્તે છે. તેથી મોક્ષ પ્રત્યે અદ્વેષ વર્તે છે. આ રીતે મોક્ષના અષનું સ્વરૂપ બતાવ્યા પછી જિજ્ઞાસા થાય કે સહજમલ અલ્પ થવાના કારણે મુક્તિઅદ્વેષ પ્રગટે છે તો તે સહજમલ શું છે ? તેથી આત્મામાં કર્મબંધની યોગ્યતારૂપ યોગ અને કષાયરૂપ સહજમલ છે, તે શ્લોક-૨૭માં બતાવેલ છે. વળી, આ સહજમલ ન સ્વીકારીએ તો મુક્ત આત્મા અને સંસારી આત્મામાં કોઈ ભેદની પ્રાપ્તિ ન થાય, અને સંસારી આત્માની જેમ મુક્ત આત્મામાં પણ કર્મબંધની પ્રાપ્તિ થાય. એ પ્રકારે શ્લોક-૨૭માં યુક્તિથી સ્થાપન કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104