________________
૭૬
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૩૧ વળી, રાગ વસ્તુ ભાવાત્મક પદાર્થ છે અને ભાવાત્મક પદાર્થમાં તરતમતા પ્રાપ્ત થાય છે. તેથી મોક્ષનો રાગ કોઈકને જઘન્ય હોય છે, કોઈકને મધ્યમ હોય છે અને કોઈકને ઉત્કૃષ્ટ હોય છે. માટે મુક્તિનો રાગ જ મુક્તિઅદ્વેષ છે, એમ કહી શકાય નહિ.
ત્યાં કોઈને પ્રશ્ન થાય કે મુક્તિરાગના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદો ન સ્વીકારીએ, અને રાગ એકરૂપ સ્વીકારીને જેને તમે કુશળ પરંપરાનું કારણ મુક્તિઅદ્વેષ કહો છો, તે મુક્તિરાગ જ છે, તેમ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી મુક્તિરાગના ત્રણ ભેદો સ્વીકારવા માટે યોગાચાર્યના વચનની સાક્ષી આપે છે અને કહે છે કે મુક્તિના રાગને અને મુક્તિના ઉપાયને આશ્રયીને પ્રવૃત્તિ કરનાર નવ પ્રકારના યોગીઓ છે, એ પ્રકારનું યોગાચાર્યનું કથન છે. તેથી યોગાચાર્યના વચનથી સિદ્ધ થાય છે કે મુક્તિરાગમાં તરતમતા છે. માટે મુક્તિરાગ જ મુક્તિઅદ્વેષ છે તેમ કહી શકાય નહિ; કેમ કે મુક્તિઅષમાં તરતમતા હોઈ શકે નહિ.
મુક્તિનો રાગ અને મુક્તિના ઉપાયને આશ્રયીને નવ પ્રકારના ભેદોની પ્રાપ્તિ : (૧) મૃદુ ઉપાય-મૃદુ સંવેગ -
મૃદુ ઉપાય=જઘન્ય કોટીના મોક્ષના ઉપાયોનું સેવન. મૃદુ સંવેગ=જઘન્ય કોટીની મોક્ષની ઇચ્છા.
ભાવમલના વિગમનને કારણે મુક્તિઅદ્દેષ પ્રગટ થયા પછી ઉપદેશ આદિની સામગ્રીને પામીને કોઈક યોગ્ય જીવોને મોક્ષનું વર્ણન કંઈક રોચક લાગે છે; જેથી મોક્ષની કંઈક ઇચ્છા થાય છે, અને મોક્ષના અર્થી થઈને મોક્ષના ઉપાયોનું કંઈક સેવન કરે છે. તેવા યોગીમાં મોક્ષનો મૂદુ ઉપાય છે અને મૃદુ સંવેગ છે. (૨) મધ્ય ઉપાય-મૃદુ સંવેગ:
ભાવમલના વિગમનને કારણે મુક્તિઅદ્દેષ પ્રગટ થયા પછી યોગ્ય જીવોને ઉપદેશ આદિની સામગ્રીથી મોક્ષમાર્ગમાં યત્ન કરવાનો ઉલ્લાસ થાય છે જે ઉલ્લાસ કેટલાક જીવોને મધ્યમ કક્ષાનો હોય છે. તેથી મધ્યમ કક્ષાના ઉલ્લાસથી યત્ન કરનારા યોગીઓ મધ્ય ઉપાય સેવનારા છે આ બીજા પ્રકારના યોગીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org