________________
પૂર્વસેવા દ્વાચિંશિકાશ્લોક-૩૧ મૃદુ ઉપાય સેવનારા કરતાં વિશેષ રીતે ધર્મઅનુષ્ઠાનમાં ઉદ્યમ કરનારા હોય છે; આમ છતાં મોક્ષના પરમાર્થને જોવાની નિર્મળ ચક્ષુ હજી આદ્યભૂમિકાની જ પ્રાપ્ત થયેલ હોવાથી પ્રથમ પ્રકારના યોગીઓની જેમ આ યોગીઓ પણ મૃદુ સંવેગવાળા હોય છે. (૩) ઉત્કૃષ્ટ ઉપાય-મૃદુ સંવેગ:
ભાવમલના વિગમનને કારણે મુક્તિઅદ્વેષ પ્રગટ થયા પછી યોગ્ય જીવોને ઉપદેશ આદિની સામગ્રીથી મોક્ષમાર્ગમાં યત્ન કરવાનો ઉલ્લાસ થાય છે, અને તે ઉલ્લાસ કેટલાક જીવોને ઉત્કૃષ્ટ કક્ષાનો હોય છે. તેથી ઉત્કૃષ્ટ ઉપાય સેવનારા આ ત્રીજા પ્રકારના યોગીઓ મધ્ય ઉપાય સેવનારા કરતાં વિશેષ રીતે ધર્મઅનુષ્ઠાનમાં ઉદ્યમ કરનારા હોય છે; આમ છતાં મોક્ષના પરમાર્થને જોવાની નિર્મળ ચક્ષુ પ્રથમ પ્રકારના યોગીઓની જેમ હજી આદ્યભૂમિકાની જ પ્રાપ્ત થયેલ હોવાથી આ યોગીઓ પણ મૃદુસંવેગવાળા હોય છે.
આ ત્રણ પ્રકારના યોગીઓ મંદસંવેગવાળા છે તેથી યોગની બીજી દૃષ્ટિવર્તી છે તેમ જણાય છે; કેમ કે પહેલી દૃષ્ટિમાં અદ્વેષ હોય છે અને બીજી દૃષ્ટિથી મુક્તિનો થોડોક રાગ પ્રગટે છે. (૪) મૃદુ ઉપાય-મધ્ય સંવેગ :
મૃદુ સંવેગકાળમાં મોક્ષના પરમાર્થનો કંઈક બોધ થાય છે, તેના કરતાં વિશેષ પ્રકારનો બોધ મધ્યમ સંવેગવાળા જીવોને થાય છે, જેના કારણે મોક્ષપ્રાપ્તિને અનુકૂળ એવા અસંગભાવને અનુકૂળ મૃદુ સંવેગવાળા જીવો કરતાં કંઈક અધિક ઇચ્છા ઉલ્લસિત થાય છે, તે મધ્યમ સંવેગ છે. આવા મધ્યમ સંવેગવાળા જીવો જે કોઈ ધર્મઅનુષ્ઠાન કરે છે, તે અનુષ્ઠાનમાં અર્થપ્રયોગમાત્રની પ્રીતિ વર્તે છે અર્થાત્ આ અનુષ્ઠાન જે રીતે શાંતરસની નિષ્પત્તિનું કારણ બને તે પ્રકારના પરિણામની નિષ્પત્તિમાત્રમાં તેમની પ્રીતિ વર્તે છે. તેથી મોક્ષને અનુકૂળ ભાવોમાં યત્નલેશ થાય છે. આથી મૃદુ સંવેગવાળા ઉત્કૃષ્ટ ઉપાય સેવનારા યોગી કરતાં પણ મૃદુ જઘન્ય ઉપાય સેવનારા એવા પણ મધ્યમ સંવેગવાળા યોગી યોગની ઊંચી ભૂમિકામાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org