________________
૭૯
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૩૧ છે, તોપણ ઉત્કૃષ્ટ સંવેગને કારણે પૂર્વના સર્વ યોગીઓ કરતાં આ સાતમા પ્રકારના યોગીઓ ઘણી નિર્જરા કરે છે. માટે યોગની ઊંચી ભૂમિકામાં છે.
ક અવિરતીના તીવ્ર ઉદયને કારણે સંસારની પ્રવૃત્તિ કરનારા અવિરત સમ્યદૃષ્ટિ એવા શ્રેણિકાદિ જીવો આ ભેદમાં આવે છે તેમ જણાય છે, કેમ કે તેઓને તીવ્ર સંવેગ હોવા છતાં તેઓ ભગવદ્ ભક્તિ આદિ રૂપ મૃદુ ઉપાયો જ સેવે છે. (૮) મધ્યમ ઉપાય-ઉત્કૃષ્ટ સંવેગ :સાતમાં પ્રકારના યોગીઓ જેવો ઉત્કૃષ્ટ સંવેગ આ આઠમા પ્રકારના યોગીઓને છે. તેથી સાતમા પ્રકારના યોગીઓની જેમ આ યોગીઓ પણ ભવના ઉચ્છેદના અત્યંત અર્થી છે. આમ છતાં સાતમા પ્રકારના યોગીઓ જેવું ચારિત્રમોહનીય બળવાન નહિ હોવાથી સાતમાં પ્રકારના યોગીઓ જે અલ્પમાત્રામાં યોગ સેવે છે, તેના કરતાં મધ્યમ પ્રકારનાં યોગનાં અનુષ્ઠાનો આ યોગીઓ સેવે છે. તેથી સાતમા પ્રકારના યોગીઓ કરતાં આ યોગીઓ યોગની ઊંચી ભૂમિકામાં છે.
દેશવિરતવાળા અને સાતિચાર સર્વવિરતવાળા યોગીઓ આ આઠમાં ભેદમાં પ્રાપ્ત થાય છે તેમ જણાય છે; કેમ કે મોક્ષની ઉત્કટ ઇચ્છા હોવા છતાં સર્વ પ્રકારે અપ્રમત્ત અવસ્થામાં યત્ન કરી શકતા નથી. (૯) ઉત્કૃષ્ટ ઉપાય-ઉત્કૃષ્ટ સંવેગ :
સાતમા અને આઠમા પ્રકારના યોગીઓને જેવો ઉત્કૃષ્ટ સંવેગ છે, તેવો ઉત્કૃષ્ટ સંવેગ આ નવમાં પ્રકારના યોગીઓને પણ છે. તેથી ભવને નિર્ગુણ જાણીને ભવથી અતીત અવસ્થામાં અત્યંત રાગ ધરાવે છે, અને આ યોગીઓનું ચારિત્રમોહનીયકર્મ પણ અત્યંત સોપક્રમ છે. તેથી સાતમા અને આઠમા પ્રકારના યોગીઓ કરતાં મહાપરાક્રમને ફોરવીને ભવના ઉચ્છેદના ઉપાયને સેવે છે. તેથી ઉત્કૃષ્ટ ઉપાય સેવનારા અને ઉત્કૃષ્ટ સંવેગને ધારણ કરનારા આ યોગીઓ પૂર્વના સર્વ યોગીઓ કરતાં ઘણી નિર્જરા કરે છે. માટે સર્વ યોગીઓમાં શ્રેષ્ઠ યોગી છે.
* અપ્રમત્તભાવમાં યત્ન કરનારા મુનિઓ આ નવમા ભેદમાં પ્રાપ્ત થાય છે તેમ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org