________________
go
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૭ વળી, સ્વયં ગ્રંથકાર શ્લોક-૩૦માં કહેવાના છે કે પ્રત્યેક પુદ્ગલ પરાવર્તમાં આ કર્મબંધની યોગ્યતાનો હ્રાસ થાય છે, તે વચન પણ સંગત થાય નહિ. તેથી એમ જ ગ્રહણ કરવું જોઈએ કે દૂર દૂર પુગલ પરાવર્તમાં વર્તતા જીવમાં ભાવમલ ઘણો છે, અને તેના કારણે તે જીવમાં ઉત્કટ ભવનો રાગ છે, અને અબાધ્ય એવું મિથ્યા જ્ઞાન છે, અને તે રૂપ દોષના કારણે તેવા જીવો યોગમાર્ગની પ્રવૃત્તિ કરવા માટે યોગ્ય નથી. જ્યારે તે જ જીવો ચરમ પુગલ પરાવર્તમાં આવે છે ત્યારે ઘણો ભાવમલ ઓછો થાય છે. આથી ગાઢ અજ્ઞાન અને ભવનાં ઉત્કટ રાગરૂપ દોષ દૂર થાય છે.
વસ્તુતઃ અનાદિકાળથી જીવ નિગોદમાં હોય છે ત્યારે તેની ચેતના એકેન્દ્રિય અવસ્થામાં ઘણી અલ્પ હોય છે, અને તે સર્વ ચેતના આત્માના શુદ્ધ ભાવોથી અત્યંત વિમુખ છે. તેથી આત્માના શુદ્ધ ભાવોથી અત્યંત વિમુખભાવરૂપ ભાવમલ ચરમ પુદ્ગલ પરાવર્તથી પૂર્વનાં પુદ્ગલ પરાવર્તામાં ઘણો હતો. જોકે એકેન્દ્રિયપણાને કારણે નષ્ટપ્રાયઃ એવી અલ્પ ચેતના હોવાથી કર્મબંધ અલ્પ થાય છે, તોપણ ચરમ પુદ્ગલ પરાવર્તથી પૂર્વનાં પુદ્ગલ પરાવર્તામાં વર્તતા એકેન્દ્રિયાદિના જીવો ગાઢ મિથ્યાજ્ઞાન અને ગાઢ અનંતાનુબંધી કષાયના કારણે દીર્ઘ સંસાર ચલાવે તેવા કર્મો બાંધે છે; અને તે જીવો પંચેન્દ્રિયમાં આવે ત્યારે ચેતના ઘણી પ્રગટ થાય છે, તોપણ દૂર દૂરના પુદ્ગલ પરાવર્તામાં ગાઢ મલ હોવાના કારણે તે સર્વ ચેતના કર્મબંધને અનુકૂળ પરિણામવાળી હોય છે, અને તે જીવો ચરમાવર્તમાં આવે ત્યારે દીર્ઘ સંસાર ચલાવે તેવા અનંતાનુબંધી કષાયો કંઈક શિથિલ થયા છે, અને ચરમ પુદ્ગલ પરાવર્તથી પૂર્વના પુદ્ગલ પરાવર્તામાં અનાત્મભાવમાં અત્યંત રહેનારો એવો વીર્યવ્યાપારરૂપ જે યોગનો પરિણામ હતો, તે ચરમાવર્તમાં કંઈક આત્મભાવને અભિમુખ થાય છે. તેથી ચરમાવર્તવર્તી જીવો પંચેન્દ્રિય હોવાને કારણે એકેન્દ્રિય કરતાં અધિક યોગવાળા અને વ્યક્ત કષાયવાળા હોવા છતાં, અને એકેન્દ્રિય કરતાં ઘણો કર્મબંધ કરનારા હોવા છતાં, તત્ત્વથી સંસારની પરંપરાના ઉચ્છેદના કારણભૂત એવા અલ્પ મલવાળા છે. આથી ચરમાવર્તવત જીવોનો મન-વચન-કાયાનો યોગ કંઈક ઉચિત પ્રવૃત્તિ કરાવનારો હોય છે, અને અનંતાનુબંધી કષાયો પણ શિથિલ મૂળવાળા થયેલા હોવાને કારણે ચરમાવર્તી જીવોમાં યોગની દૃષ્ટિઓ ક્રમસર પ્રગટ થાય છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org