________________
૬૬
પૂર્વસેવાદ્વાચિંશિકા/બ્લોક-૨૮ યોગ્યતા છે; તેવી કલ્પના કરાય છે અને મુક્તજીવોમાં કર્મબંધ નથી, તેથી કલ્પના કરાય છે કે તેઓમાં કર્મબંધની યોગ્યતા નથી.
પૂર્વમાં કહ્યું કે સંસારી જીવોમાં કર્મબંધની યોગ્યતા છે, માટે કર્મ બાંધે છે, તે કથન યુક્ત છે. કેમ યુક્ત છે ? તે બતાવતાં કહે છે કે બધ્યમાન એવા કર્મબંધની આત્મામાં યોગ્યતાની અપેક્ષા રાખીને કર્મબંધ થાય છે. એ પ્રકારનો નિયમ છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે બધ્યમાન એવા કર્મબંધની આત્મામાં યોગ્યતાની અપેક્ષા રાખીને કર્મબંધ થાય છે, એવો નિયમ કેમ સ્વીકારી શકાય ? તેથી અન્ય હેતુ કહે છે –
મજીષ્ઠ આદિનો રંગ વસ્ત્રમાં લાગે છે, અને વસ્ત્ર સિવાય અન્ય કોઈ તેવી વસ્તુ હોય કે જેના ઉપર મજીષ્ઠનો રંગ લાગતો નથી, તેમ પ્રત્યક્ષથી દેખાય છે. તેથી નક્કી થાય છે કે મજીષ્ઠ આદિનો રંગ સર્વ પદાર્થોમાં લાગતો નથી, પરંતુ તે રંગ લાગે તેવી યોગ્યતાવાળાં વસ્ત્રાદિમાં જ લાગે છે. તેમ આત્મામાં પણ કર્મના બંધની યોગ્યતા છે, માટે આત્મા ઉપર કર્મ લાગે છે તેમ સ્વીકારી શકાય છે.
અહીં પ્રશ્ન થાય કે વસ્ત્રમાં મજીષ્ઠ આદિના રંગની યોગ્યતા છે, તેથી જ્યારે જ્યારે મજીષ્ઠ આદિ રંગની પ્રાપ્તિ થાય ત્યારે ત્યારે મજીષ્ઠ આદિ રંગ લાગે છે, પરંતુ મજીષ્ઠ આદિ રંગની પ્રાપ્તિમાં કોઈ ફેલભેદની પ્રાપ્તિ નથી.
જ્યારે સંસારી જીવોને તો દૂરના પુદ્ગલ પરાવર્તમાં પ્રચુર કર્મબંધ હતો, અને ચરમાવર્તમાં અલ્પ કર્મબંધ થાય છે તેથી ફલભેદની પ્રાપ્તિ છે. તે કઈ રીતે સંગત થાય ? તે બતાવવા અર્થે અન્ય હેતુ કહે છે –
તેના વૈચિયથી કર્મબંધની યોગ્યતાના વૈચિત્ર્યથી ફલભેદની ઉપપત્તિ છેઃ કર્મબંધની યોગ્યતાના કારણે કર્મ બંધાય છે, અને તે યોગ્યતાના વૈચિત્ર્યને કારણે ક્યારેક નારક પર્યાયની પ્રાપ્તિ થાય છે, અને ક્યારેક નર પર્યાયની પ્રાપ્તિ થાય છે, ક્યારેક દેવ પર્યાયની પ્રાપ્તિ થાય છે તો ક્યારેક તિર્યંચા પર્યાયની પ્રાપ્તિ થાય છે, ઇત્યાદિરૂપ ફલભેદની પ્રાપ્તિ થાય છે. વળી, જેમ કર્મબંધની યોગ્યતાના વૈચિત્ર્યને કારણે કર્મબંધની પ્રાપ્તિ દ્વારા નર-નારકાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org