Book Title: Purvaseva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 53
________________ ૩૪ પૂર્વસેવાદ્વાચિંશિકા/બ્લોક-૧૬ વિનિયોગ, અસદ્વ્યયનો ત્યાગ=તેનાથી વિપરીતનો ત્યાગ=પુરુષાર્થને અનુપયોગી એવા ધનવ્યયનો ત્યાગ, ઉચિત લોકઅનુવૃત્તિ ધર્મઅવિરુદ્ધ એવી લોકચિત્તની આરાધના, પ્રમાદનું મદ્યપાનાદિનું વર્જન. ૧૬. ભાવાર્થ : (૧) પ્રધાન કાર્યમાં આગ્રહ:- માર્ગાનુસારી બુદ્ધિવાળા જીવો જે કોઈ પ્રવૃત્તિ સ્વીકારશે, તેમાં વિશેષ પ્રવૃત્તિનું ફળ કઈ પ્રવૃત્તિમાં છે, તેનો વિચાર કરીને ઉચિત પ્રવૃત્તિ કરવાના આગ્રહવાળા હોય છે. તેથી માત્ર પોતાને જે રુચે તે પ્રકારની પ્રવૃત્તિ કરવાનો તેમનો આગ્રહ હોતો નથી, પરંતુ જેનાથી પોતાનું, પોતાના સ્વજનઆદિનું એકાંતે હિત થાય, તેની વિચારણા કરીને વિશિષ્ટ ફળવાળી પ્રવૃત્તિ કરવાના આગ્રહવાળા હોય છે. (૨) સવ્યયઃ- ધર્મ, અર્થાદિ પુરુષાર્થને ઉપયોગી હોય તે પ્રકારે ધનનો વ્યય કરે છે, જેથી આલોકમાં પણ સુખી થાય છે અને પરલોકમાં પણ સુખી થાય છે. (૩) અસત્રેયનો ત્યાગ:- વળી, પુરુષાર્થને ઉપયોગી ન હોય તેવો ધનનો વ્યય કરીને અનુચિત પ્રવૃત્તિ કરનારા હોતા નથી, જેથી આલોકના અને પરલોકના હિતનો ઘાત થાય તે પ્રકારે ધનનો વ્યય કરતા નથી. (૪) ઉચિત એવી લોકઅનુવૃત્તિ :- વળી, ધર્મઅવિરુદ્ધ હોય તેવી લોકોના ચિત્તને પ્રસન્નતા પેદા કરાવે તેવી પ્રવૃત્તિ કરે છે, જેથી લોકોને પણ તેમના પ્રત્યે આદરભાવ થાય છે, અને તેમના ધર્મની પ્રશંસા કરીને હિતની પ્રાપ્તિ થાય છે. (૫) પ્રમાદનું વર્જન - મદ્યપાનાદિ વ્યસનનું વર્જન એ પણ માર્ગાનુસારી જીવોની ઉચિત પ્રવૃત્તિ છે. શ્લોક-૧૩થી ૧૬ સુધી બતાવેલા સદાચારોનું પાલન કરવાથી યોગમાર્ગની પૂર્વભૂમિકા તૈયાર થાય છે, જેથી ઉત્તરમાં યોગમાર્ગની પ્રાપ્તિ થાય અને સમ્યફ યોગમાર્ગનું પાલન થઈ શકે તેવું ઉત્તમ ચિત્ત પ્રાપ્ત થાય છે. II૧૬ાા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104