Book Title: Purvaseva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 64
________________ પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૧-૨૨ ૪૫ ગ્રહણ કરીને “ઝ [ીં સારસા નમ:” એ પ્રકારના શબ્દોચ્ચારણપૂર્વક, અને આ પંચપરમેષ્ઠિને નમસ્કારના બળથી મારું પાપ નાશ પામો' તેવા સંકલ્પથી જપ કરે છે. વળી, જે જે પાપો પોતે કર્યા છે, તે પાપો પ્રત્યે તીવ્ર જુગુપ્સા પેદા થાય તે પ્રકારના ઉપયોગથી કરે છે, જે મોટા સંવેગપૂર્વક પાપથી પાછા ફરવાની ક્રિયારૂપ છે, અને આ પ્રકારની ક્રિયાથી વિશુદ્ધિને પામેલું પાપસૂદન તપ તે તે પાપના નાશનું કારણ બને છે. અહીં પ્રશ્ન થાય કે પાપસૂદન તપ કરનારા જીવો કેવા પ્રકારનું તપ કરે છે ? તેથી યમુનમુનિનું દૃષ્ટાંત બતાવે છે – યમુનરાજા શિકાર કરવા અર્થે ગયેલ, ત્યાં દંડક અણગારને જોઈને આ અપશુકન થયું છે, એમ માનીને તેમની હત્યા કરેલ. તે વખતે દંડક અણગારના કેવળજ્ઞાનનો મહોત્સવ ઇન્દ્ર કરે છે. આ જોઈને રાજા પશ્ચાત્તાપને પામ્યા અને ઇન્દ્રના વચનથી સંયમને ગ્રહણ કરીને અભિગ્રહ ગ્રહણ કર્યો કે સાધુવધનું સ્મરણ થાય તે દિવસે ભોજન કરવું નહિ. આ રીતે છ મહિના સુધી સાધુવધના સ્મરણના કારણે ઉપવાસ કરનારા યમુનરાજા અણગાર સંપન્ન આરાધનાવાળા થયા. આ રીતે જેણે જે પ્રકારનું પાપ કર્યું હોય, તેના નાશના સંકલ્પથી સ્વશક્તિ અનુસાર જે અભિગ્રહ ગ્રહણ કરે તે પાપસૂદન તપ છે. ૨૧ી અવતરણિકા : ક્રમપ્રાપ્ત પૂર્વસેવાના ચોથા ભેદ મુક્તિઅદ્વેષને કહે છે – શ્લોક : मोक्षः कर्मक्षयो नाम भोगसंक्लेशवर्जितः । तत्र द्वेषो दृढाज्ञानादनिष्टप्रतिपत्तितः ।।२२।। અન્વયાર્થ : મક્ષ મોસંક્લેશર્વાન =મોક્ષ, ભોગના સંક્લેશથી રહિત વર્મક્ષો નામ કર્મક્ષયરૂપ છે. જ્ઞાના-દઢ અજ્ઞાનને કારણે, તત્ર તેમાં મોક્ષમાં નષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104