________________
૪૮
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૩ શ્લોકાર્ચ -
અને ભવાભિનંદી જીવોને ભવના સુખની ઉત્કટ ઈચ્છાથી તે થાય છે મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થાય છે, અને અસુંદર એવા આના આલાપો-મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિના આલાપો, લોકમાં અને શાસ્ત્રમાં પણ સંભળાય છે. ૨૩] ટીકા :
भवेति-सा च-मोक्षेऽनिष्टप्रतिपत्तिश्च भवाभिनन्दिनामुक्तलक्षणानां भवशर्मणो विषयसुखस्योत्कटेच्छया भवति, द्वयोरेकदोषजन्यत्वात् ।।२३।। ટીકાર્ય :
સ ઘ ...કન્યત્વાન્ અને ઉક્ત લક્ષણવાળા=દશમી બત્રીશીના પાંચમા શ્લોકમાં બતાવાયેલા લક્ષણવાળા, એવા ભવાભિનંદી જીવોને, ભવના સુખની ઉત્કટ ઇચ્છાથી= વિષયસુખની ઉત્કટ ઇચ્છાથી, તે મોક્ષમાં અનિષ્ટની પ્રતિપતિ=મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થાય છે.
શ્લોક-૨૨માં કહેલ કે દઢ અજ્ઞાનને કારણે મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થાય છે. વળી, અહીં કહ્યું કે ભવના સુખની ઉત્કટ ઇચ્છાને કારણે મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થાય છે. તેથી પ્રશ્ન થાય કે દઢ અજ્ઞાનને કારણે અનિષ્ટની બુદ્ધિ થાય છે ? કે ભવના સુખની ઉત્કટ ઇચ્છાને કારણે અનિષ્ટની બુદ્ધિ થાય છે ? એ પ્રકારની શંકાના નિવારણ અર્થે હેતુ કહે છે –
બંનેનું મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ, અને ભવનાસુખની ઉત્કટ ઇચ્છા એ બંનેનું, એકદોષજન્યપણું છે=દઢ અજ્ઞાનરૂપ એકદોષજન્યપણું છે. ll૨૩ાા ભાવાર્થ :
દેહ, કર્મ આદિના સંબંધરૂપ ભવ છે. દેહ, કર્મ આદિના સંબંધરૂપ ભવમાં જેઓને ભોગસામગ્રીની પ્રાપ્તિ થઈ છે, તેમાં જેઓને આનંદ દેખાય છે, પરંતુ દેહ, કર્મ આદિના સંબંધ વગરની આત્માની અવસ્થામાં જેઓને આનંદ દેખાતો નથી, તેવા જીવો ભવાભિનંદી છે. આવા ભવાભિનંદી જીવોને ભવના સુખની ઉત્કટ ઇચ્છા છે અર્થાત્ ખણજના રોગીને ખણવામાં જેવી અનુત્કટ ઇચ્છા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org