________________
૪૯
પૂર્વસેવાધાવિંશિકા/શ્લોક-૨૩ તેવી અનુત્કટ ઇચ્છા નથી, પરંતુ ખણજના રોગીને આરોગ્યમાં જેવી ઉત્કટ ઇચ્છા છે, તેવી ભવાભિનંદીને ભવના સુખમાં ઉત્કટ ઇચ્છા છે.
વળી, ભવાભિનંદી જીવોને ભવના સુખમાં ઉત્કટ ઇચ્છા હોવાને કારણે ભોગરહિત એવા મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થાય છે. આથી લોકમાં અને શાસ્ત્રમાં પણ મોક્ષની અનિષ્ટની બુદ્ધિના તેમના આલાપો સંભળાય છે, જે ગ્રંથકાર સ્વયં આગળની ગાથામાં બતાવશે.
શ્લોક-૨૨માં કહ્યું કે દઢ અજ્ઞાનને કારણે મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થાય છે, અને પ્રસ્તુત ગાથામાં કહ્યું કે વિષયસુખની ઉત્કટ ઇચ્છાથી મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થાય છે. તેથી જિજ્ઞાસા થાય કે મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિનું કારણ દઢ અજ્ઞાન છે ? કે વિષયસુખની ઉત્કટ ઇચ્છા છે? કે બંને કારણ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
દઢ અજ્ઞાનને કારણે મોક્ષમાં અનિષ્ટની બુદ્ધિ થાય છે. અને, દઢ અજ્ઞાનને કારણે વિષયસુખમાં ઉત્કટ ઇચ્છા પણ થાય છે.
આશય એ છે કે મોક્ષ જીવન સુખમય અવસ્થા છે અને સુખ પ્રત્યે, કોઈને દ્વેષ થાય નહિ; છતાં મોક્ષ ભોગરહિત હોવાથી સુખમય નથી, તેવો ભ્રમ દૃઢ અજ્ઞાનને કારણે થાય છે. તેથી જેઓમાં દૃઢ અજ્ઞાન છે તેઓને, સુખરૂપ એવો પણ મોક્ષ સુખરૂપ નથી તેવી બુદ્ધિ થવાને કારણે, મોક્ષ અનિષ્ટરૂપ છે તેવી બુદ્ધિ થાય છે.
વળી, સંસારનાં સુખો ઇચ્છારૂપ આવેગથી યુક્ત છે અને જે પ્રકારનો આવેગ હોય તેને અનુરૂપ શ્રમથી યુક્ત છે; અને ઇચ્છારૂપ આવેગ સ્વયં દુઃખરૂપ છે અને તે આવેગ અનુસાર કરાતો શ્રમ પણ દુઃખરૂપ છે. આમ છતાં, તે શ્રમથી ક્ષણભર ઇચ્છા શમે છે, તેથી તે સુખ છે તેવી જીવને પ્રતીતિ થાય છે. જેમ ખણજના રોગીને ખણજનો આવેગ સુખરૂપ નથી, ખણવાનો શ્રમ પણ સુખરૂપ નથી, છતાં ખણવાની ક્રિયાથી કંઈક આવેગનું શમન થવાથી સુખની પ્રતીતિ થાય છે; તોપણ તે સુખ પરમાર્થથી આરોગ્યના સુખ જેવું નથી. વસ્તુતઃ પરમાર્થથી રોગના અભાવમાં સુખ છે. તેમ વિષયોના સેવનમાં પરમાર્થથી સુખ નથી, પરંતુ વિષયોની વ્યાકુળતા વગરના આત્માના અનાકુળ સ્વભાવમાં પરમાર્થથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org