Book Title: Purvaseva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 72
________________ પ3 પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૨૫-૨૬ કહી શકાય નહિ. આ પ્રકારનું ગાલવ ઋષિનું વચન શ્લોક-૨૪માં કહેલ લોકોના આલાપ જેવું અન્ય શબ્દોમાં છે, તેથી તેને લોકવચન જ કહેવું જોઈએ; આમ છતાં, સંસારી લોકો ત્યાગી નથી અને ભોગના રાગી છે, માટે એવા લોકોનું વચન શ્લોક-૨૪માં લોકવચનથી બતાવાયેલું છે. વળી, ગાલવ ઋષિએ તો સંસારનો ત્યાગ કર્યો છે, અને સ્વમતિ અનુસાર દર્શનશાસ્ત્ર ભણ્યા છતાં તે તે દર્શનમાં બતાવેલ મોક્ષનું સ્વરૂપ સાંભળીને મોક્ષ પ્રત્યે દ્વેષ થવાથી પોતાના શિષ્યને કહે છે. તે દૃષ્ટિને સામે રાખીને આ શાસ્ત્રનું વચન છે, તેમ કહેલ છે. અહીં વિશેષ એ છે કે મનુષ્યજાતિમાં જે પ્રકારની રાજ્ય વ્યવસ્થા છે, તે પ્રકારની રાજ્યવ્યવસ્થા પશુજાતિમાં નથી, પશુજાતિમાં બળવાન નબળાનો સંહાર કરે છે, અને સર્વ પશુઓમાં સૌથી નબળા પશુ તરીકે શિયાળ છે, જેનો સ્વભાવ જ અત્યંત ડરપોક છે. વળી તે શિયાળ રમ્ય વૃંદાવનમાં ફરતું હોય ત્યારે પણ સિંહાદિ અન્ય પશુઓથી તેને સતત ભય રહે છે. તેવી ભયવાળી અવસ્થામાં પણ ઝરણાનું પાણી પીવાનું કે કોઈ ખાદ્યપદાર્થોને પ્રાપ્ત કરીને ખાવાનું સુખ શિયાળને છે. તેને સામે રાખીને ગાલવ ઋષિ કહે છે કે મનુષ્ય કરતાં પશુજાતિની અવસ્થા ખરાબ છે અને પશુ જાતિમાં પણ શિયાળની અવસ્થા અત્યંત ખરાબ છે. આમ છતાં તેને પણ ઝરણાનું પાણી પીવાનું અને ઇષ્ટ પદાર્થોને ખાવાનું જે સુખ છે, તેવું પણ સુખ મોક્ષમાં નથી. તેથી તેના કરતાં પણ નિઃસાર અવસ્થા મોક્ષની છે. આમ બતાવીને ગાલવ ઋષિ પોતાનો મોક્ષ પ્રત્યેનો દ્વેષ શિષ્ય પાસે અભિવ્યક્ત કર્યો છે. રિપા અવતરણિકા : શ્લોક-૨૨માં મુક્તિદ્વેષનું સ્વરૂપ બતાવ્યું, અને મુક્તિનો દ્વેષ ભવાભિનંદી જીવોને થાય છે, તેમ શ્લોક-૨૩માં બતાવીને મુક્તિદ્વેષ અંગે લોકોમાં વચન અને શાસ્ત્રના વચન શ્લોક-૨૪/૨પમાં બતાવ્યાં. હવે જીવમાં મુક્તિનો અદ્વેષ શેનાથી પ્રગટે છે ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : द्वेषोऽयमत्यनर्थाय तदभावस्तु देहिनाम् । भवानुत्कटरागेण सहजाल्पमलत्वतः ।।२६।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104