________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૧
શ્લોક :
पूर्वसेवा तु योगस्य गुरुदेवादिपूजनम् ।
सदाचारस्तपो मुक्त्यद्वेषश्चेति प्रकीर्तिताः ।।१।। અન્વયાર્થ :
ગુરુદેવાવિપૂનન—ગુરુદેવાદિનું પૂજન, સવાવીર =સદાચાર, તપ =તપ, ચ= અને મુવત્યષ =મુક્તિઅદ્વેષ, કૃતિ એ પ્રમાણે સુકવળી, યોજાચ પૂર્વસેવાયોગની પૂર્વસેવા પ્રવર્તિતા =કહેવાયેલી છે. [૧] શ્લોકાર્ચ -
ગુરુદેવાદિનું પૂજન, સદાચાર, તપ અને મુક્તિઅદ્વેષ, એ પ્રમાણે વળી યોગની પૂર્વસેવા કહેવાયેલી છે. [૧] ટીકા :
પૂર્વસેવા વિંતિ-સ્પષ્ટ: જારા ટીકાર્ય :
શ્લોક સ્પષ્ટ છે માટે ટીકા નથી. ભાવાર્થ :
કોઈ વિદ્યાસાધક વિદ્યાની સિદ્ધિ કરવાનો પ્રારંભ કરે તે પહેલાં તેની પૂર્વતૈયારી રૂપે પૂર્વસેવા કરે છે અને ત્યારપછી વિદ્યા સાધવા માટેનો પ્રારંભ કરે છે.
જેમ વિદ્યાસાધક વિદ્યાસિદ્ધિ માટે યત્ન કરે છે, તેમ મોક્ષનો અર્થી જીવ મોક્ષની સિદ્ધિ માટે યત્ન કરે છે. વળી વિદ્યાસિદ્ધિનો ઉપાય જેમ તે વિદ્યાની વિશિષ્ટ વિધિ છે તેમ મોક્ષસિદ્ધિનો ઉપાય યોગમાર્ગ છે. વિદ્યાસાધક વિદ્યાની સિદ્ધિ માટે જેમ વિદ્યાની વિશિષ્ટ વિધિમાં યત્ન કરે છે, તેમ મોક્ષસાધક યોગી મોક્ષની સિદ્ધિ માટે યોગમાર્ગમાં યત્ન કરે છે; અને વિદ્યાસાધક વિદ્યાની વિશિષ્ટ સિદ્ધિમાં યત્ન કરે તેની પૂર્વે પૂર્વસેવામાં યત્ન કરે છે, તેમ મોક્ષસાધક યોગી યોગમાર્ગમાં યત્ન કરે તેની પૂર્વે મોક્ષના ઉપાયભૂત યોગમાર્ગમાં યત્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org