________________
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૪ અનુસરવું ઉચિત નથી, પરંતુ પુરુષાર્થની આરાધના કરવામાં તત્પર રહેવું જોઈએ; કેમ કે પુરુષાર્થની આરાધનાકાળનું અતિદુર્લભપણું છે.
વળી, પોતાની સંપત્તિમાં જે સારભૂત અલંકારાદિ છે, તે ગુરુવર્ગને સમર્પણ કરવા જોઈએ. આમ કરવાથી સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવાને અનુકૂળ એવી જીવની પરિણતિ પ્રગટે છે, જેથી વિશેષ પ્રકારની ઉચિત પ્રવૃત્તિરૂપ યોગમાર્ગની ભૂમિકા નિષ્પન્ન થાય છે.
અહીં પુરુષાર્થનો અર્થ કરતાં ‘ધર્માદ્રિ' કહેલ છે. તેથી ‘થિી અર્થપુરુષાર્થનું અને કામપુરુષાર્થનું ગ્રહણ છે. વિવેકી પુરુષ ધર્મ, અર્થ અને કામ : એ ત્રણેય પુરુષાર્થની તે રીતે જ આરાધના કરે કે જેથી પરસ્પર બાધ ન પામે. વળી, કામપુરુષાર્થ પણ અર્થપુરુષાર્થનો વ્યાઘાતક ન થાય, અને અર્થપુરુષાર્થ પણ ધર્મપુરુષાર્થનો વ્યાઘાતક ન થાય તે રીતે સેવે છે, અને ત્રણે પુરુષાર્થો ઉચિત રીતે સેવવાથી ક્રમે કરીને ધર્મપુરુષાર્થની શક્તિ અધિક અધિક થાય છે, અને જ્યારે ધર્મપુરુષાર્થ પૂર્ણ સેવવાની શક્તિ આવે ત્યારે અર્થ અને કામ પુરુષાર્થનો ત્યાગ કરીને માત્ર ધર્મપુરુષાર્થનું સેવન વિવેકી પુરુષ કરે છે.
આનાથી એ ફલિત થાય કે જે અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ આલોક અને પરલોકના વિરોધી ન હોય, પરંતુ આલોક અને પરલોકના એકાંત હિતકારી એવા ધર્મપુરુષાર્થની પુષ્ટિના કારણ હોય, તેવા અર્થ અને કામપુરુષાર્થ વિવેકી પુરુષ સેવવા જોઈએ. આ પ્રકારના અર્થને બતાવવા માટે ધર્માદિ પુરુષાર્થને ગ્રહણ કર્યા પછી=ધર્માદિ ત્રણ પુરુષાર્થ ગ્રહણ કર્યા પછી, ટીકામાં કહ્યું કે પુરુષાર્થના આરાધનાકાળનું અતિદુર્લભપણું છે. તેથી ગુરુવર્ગનાં સર્વ વચનોનો સ્વીકાર કરવા છતાં પુરુષાર્થઆરાધનનો બાધ થતો હોય તો વિવેકપૂર્વક તેઓના વચનોનો અસ્વીકાર કરવામાં કોઈ દોષ નથી.
આનાથી એ ફલિત થાય કે જીવને માટે એકાંતે મોક્ષપુરુષાર્થ હિતકારી છે, અને મોક્ષપુરુષાર્થની પ્રાપ્તિનું અનન્ય કારણ ધર્મપુરુષાર્થ છે. વળી, ધર્મપુરુષાર્થ પૂર્ણ રીતે સેવવાની શક્તિ ન આવી હોય ત્યાં સુધી ધર્મપુરુષાર્થની વૃદ્ધિ થાય તે રીતે જે ગૃહસ્થો અર્થપુરુષાર્થ સેવે છે, તેઓ અર્થનો વ્યય ભોગાદિમાં કરે છે, તોપણ પ્રધાન રીતે ધર્મવૃદ્ધિમાં કરે છે. આથી ગૃહસ્થો પ્રાપ્ત થયેલું ધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org