________________
પૂર્વસેવાદ્વાત્રિંશિકા|શ્લોક-૧૨-૧૩
અહીં ‘અપાચક’ કહેવાથી સર્વ આરંભ-સમારંભનું ગ્રહણ છે, અને ઉપલક્ષણથી કરાવણ અને અનુમોદનનું ગ્રહણ છે. તેથી જેઓ આરંભ-સમારંભ વગર જીવનારા હોય તેઓની વિશેષથી ભક્તિ કરીને આદિધાર્મિક જીવો ત્યાગ પ્રત્યેના પક્ષપાતવાળા થાય છે.
વળી, આદિધાર્મિક જીવો પ્રકૃતિથી દયાળુ હોય છે. તેથી દીનાદિ પ્રત્યે અનુકંપાથી દાન આપે છે. તે દીનાદિનો વર્ગ કોણ છે, તે પ્રસ્તુત ગાથામાં બતાવેલ છે.
જેઓ ભિક્ષાની પ્રવૃત્તિથી અન્ય પ્રવૃત્તિ દ્વારા આજીવિકા કરવા માટે અસમર્થ હોય તેઓ દીનાદિનો વર્ગ છે. વળી, ટીંકામાં કૃણનો અર્થ કર્યો કે જેઓ સંતપુરુષોને સ્વભાવથી જ કૃપાનું સ્થાન છે તેઓ કૃપણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે ઉત્તમ પ્રકૃતિવાળા હોય તેવા સંતપુરુષોને પુણ્યહીન જીવો પ્રત્યે દયાનો પરિણામ થાય છે. અને આદિધાર્મિક જીવો તેવા પુણ્યહીન જીવોને અનુકંપાથી દાન આપે છે. ||૧||
૨૭
અવતરણિકા :
શ્લોક-૧માં યોગની ચાર પ્રકારની પૂર્વસેવા છે તેમ કહ્યું. તેથી શ્લોક-૨થી અત્યાર સુધી તે ચાર પ્રકારની પૂર્વસેવામાંથી ગુરુદેવાદિ પૂજનરૂપ પ્રથમ પૂર્વસેવાનું વર્ણન કર્યું. હવે ક્રમપ્રાપ્ત ‘સદાચાર' રૂપ યોગની પૂર્વસેવા બતાવે છે
શ્લોક ઃ
सुदाक्षिण्यं दयालुत्वं दीनोद्धारः कृतज्ञता । जनापवादभीरुत्वं सदाचाराः प्रकीर्तिताः । । १३ ।।
અન્વયાર્થ :
સુવાક્ષિવૃં=સુદાક્ષિણ્ય, ચાતુરૂં=દયાળુપણું વીનોદ્ધાર:-દીનનો ઉદ્ધાર, નૃતજ્ઞતા=કૃતજ્ઞતા, નનાપવાવમીરુત્યું=જનઅપવાદનું ભીરુપણું સવાપારા:= સદાચાર પ્રીતિતાઃ-કહેવાયા છે. ।।૧૩।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org