________________
૩૧
પૂર્વસેવાદ્વાચિંશિકા/શ્લોક-૧૪-૧૫
(૪) સત્યપ્રતિજ્ઞાપણું - માર્ગાનુસારી જીવો પ્રાયઃ વિચારીને પ્રવૃત્તિ કરનારા હોય છે. તેથી પોતે જે ભૂમિકામાં હોય તેનું સમ્યક સમાલોચન કરીને તેને અનુરૂપ પ્રતિજ્ઞાઓ કરે છે, અને પોતે જે પ્રવૃત્તિ કરવાનું સ્વીકારેલ હોય તે પ્રવૃત્તિનો નિર્વાહ સમ્યફ કરે છે, પરંતુ વિપરીત સંયોગમાં પ્રતિજ્ઞાનો ત્યાગ કરતા નથી.
(૫) સંપત્તિમાં પણ નમ્રતા :- સામાન્ય રીતે જીવોને આપત્તિમાં દીનતા આવે છે અને સંપત્તિમાં ઉત્સુક થાય છે, પરંતુ જેઓ માર્ગાનુસારિતાવાળા છે, તેવા જીવો સંપત્તિની, કે સંપત્તિના અભાવની અસરથી પ્રવૃત્તિ કરનારા હોતા નથી, પરંતુ જેમ આપત્તિમાં અદીનભાવ ધારણ કરે છે, તેમ સંપત્તિમાં પણ સૌની સાથે ઉચિત વર્તન કરનારા હોય છે, આ પ્રકારનું ઉચિત વર્તન યોગમાર્ગની પૂર્વસેવારૂપ સદાચાર છે. ll૧૪ll અવતરણિકા :
વળી, આદિધાર્મિક જીવોના અન્ય સદાચારો બતાવે છે – શ્લોક :
अविरुद्धकुलाचारपालनं मितभाषिता ।
अपि कण्ठगतैः प्राणैरप्रवृत्तिश्च गर्हिते ।।१५।। અન્વયાર્થ :
વિરુદ્ધનાવારપાનનં=અવિરુદ્ધ કુલાચારનું પાલન=ધર્માદિથી અવિરુદ્ધ એવા કુલાચારનું પાલન, મિતષિતા=મિતભાષિતા ચ=અને, ૪તૈઃ પ્રાઃ આપ કંઠગત પ્રાણથી પણ, દંતે ગપ્રવૃત્તિ = હિતમાં અપ્રવૃત્તિ (સદાચારો) છે. ll૧૫ા શ્લોકાર્થ :
અવિરુદ્ધ કુલાચારનું પાલન ધર્માદિથી અવિરુદ્ધ એવા કુલાચારનું પાલન, મિતભાષિતા, અને કંઠગત પ્રાણથી પણ ગહિતમાં અપ્રવૃત્તિ (સદાચારો) છે. ૧પII
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org