Book Title: Purvaseva Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 48
________________ પૂર્વસેવાદ્વાચિંશિકા/બ્લોક-૧૩-૧૪ દુઃખો નાશ કરવાના અભિલાષવાળા થાય છે. આ આદિધાર્મિક જીવોનું દયાળુપણું છે. (૩) દીનનો ઉદ્ધાર :- જેઓ પુણ્યહીન છે અને સારી ભોગસામગ્રી પામ્યા નથી, અને ધર્મ-અર્થ અને કામ પુરુષાર્થ સાધી શકે તેવા નથી. તેઓ દીન છે. અને તેવા દીનોને ઉપકાર થાય તેવો યત્ન આદિધાર્મિક જીવો કરતા હોય છે. (૪) કૃતજ્ઞતા ગુણ - પર વડે પોતાને કોઈપણ પ્રકારનો નાનો પણ ઉપકાર થયો હોય તેનું અવિસ્મરણ રહે તેવી ઉત્તમ પ્રકૃતિ એ કૃતજ્ઞતા ગુણ છે, અને આવા કૃતજ્ઞતા ગુણવાળા આદિધાર્મિક જીવો હોય છે. (૫) જનઅપવાદ ભીરુપણું :- મરણથી વિશેષતા વગરનું એવું જનઅપવાદભીરુપણું છે, એ પ્રકારના માર્ગાનુસારી બોધવાળા આદિધાર્મિક જીવો હોય છે. તેથી લોકોમાં પોતાનું ખરાબ દેખાય તેવી કોઈ પ્રવૃત્તિ કરતા નથી. આ પ્રકારનું જનઅપવાદભીરુપણું આદિધાર્મિક જીવોમાં હોવાથી લોકવિરુદ્ધ એવાં કોઈ કૃત્યો તેઓ કરતા નથી. I૧all અવતરણિકા : વળી, આદિધાર્મિકતા અવ્ય સદાચારો બતાવે છે – શ્લોક : रागो गुणिनि सर्वत्र निन्दात्यागस्तथापदि । अदैन्यं सत्प्रतिज्ञत्वं सम्पत्तावपि नम्रता ।।१४।। અન્વયાર્થ : રાજા નિ=ગુણવાન પુરુષમાં રાગ, સર્વત્ર=જઘન્ય, મધ્યમ અને ઉત્તમ જીવો વિષયક નિત્ત્વત્યિા =નિંદાનો ત્યાગ, સાપરિ મયં આપત્તિમાં અદીનપણું, સર્વાતિ વં=સમ્પ્રતિજ્ઞાપણું સ્વીકારાયેલી ક્રિયાનું નિર્વાહપણું નથી અને સત્તાવા નમ્રતા=સંપત્તિમાં પણ નમ્રતા (સદાચારો) છે. ll૧૪ના શ્લોકાર્ચ - ગુણવાન પુરુષમાં રાગ, સર્વત્ર જઘન્ય, મધ્યમ અને ઉત્તમ જીવો વિષયક નિંદાનો ત્યાગ, આપત્તિમાં અદીનપણું, સત્પતિજ્ઞપણુંક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104