________________
પૂર્વસેવાદ્વાત્રિંશિકા/શ્લોક-૫-૬
ભાવાર્થ :
શ્લોક-૩માં ગુરુવર્ગનું પૂજન શું છે, તે બતાવ્યું અને તે પૂજનને સફળ કરવા માટે અન્ય શું ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ ? તે શ્લોક-૪માં બતાવ્યું. હવે ગુરુવર્ગ મૃત્યુ પામે પછી શું ઉચિત કરવું જોઈએ ? તે બતાવે છે –
ગુરુવર્ગના અલંકાર આદિ દ્રવ્યો તીર્થસ્થાનમાં વાપરે, પણ પોતે ગ્રહણ કરે નહિ; કેમ કે તેમના અલંકાર આદિ પોતે ગ્રહણ કરે તો તેની પ્રાપ્તિથી પોતાને કંઈક આનંદ થાય છે, અને તેની પ્રાપ્તિ તેમના મૃત્યુથી થયેલ છે, તેથી જો તેમના અલંકાર આદિ ગ્રહણ કરે તો તેમના મરણની અનુમોદનાનો પ્રસંગ
પ્રાપ્ત થાય.
વળી, જીવંત એવા ગુરુવર્ગ દ્વારા જે આસન, શયન કે ભોજન-પાત્રાદિનો તેઓ ઉપભોગ કરતા હતા, તેનો ઉપભોગ પુત્રાદિ ન કરે; કેમ કે તેનો ઉપભોગ કરવાથી તેમના પ્રત્યે અનાદરનો પરિણામ થાય છે.
વળી, કૃતજ્ઞતા ગુણની વૃદ્ધિ અર્થે તેમના મૃત્યુ પછી તેમના બિંબની સ્થાપના કરે અને તેમના બિંબની પૂજા કરે, જેનાથી કૃતજ્ઞતા ગુણ જીવે છે અને વૃદ્ધિ પામે છે. પા
અવતરણિકા :
શ્લોક-૧માં યોગની પૂર્વસેવાના ચાર ભેદો બતાવેલ. તેમાંથી ગુરુદેવાદિ પૂજન પ્રથમ ભેદ છે, અને તે ભેદનું વર્ણન કરતાં ગુરુના પૂજનનું વર્ણન અત્યાર સુધી કર્યું. હવે દેવોના પૂજનનું વર્ણન કરે છે—
શ્લોક :
૧૧
देवानां पूजनं ज्ञेयं शौच श्रद्धादिपूर्वकम् । પુષ્પવિનેનથૂપનૈવેદ્ય: શોમનેઃ સ્તવૈઃ ।।૬।।
અન્વયાર્થ :
શોમને: પુષ્પવિત્તેપનેધૂપનવેદ્યઃ સ્તવઃ-શોભન એવા પુષ્પ, વિલેપન, ધૂપ, નૈવેદ્ય વડે, શોભન એવા સ્તવન વડે,શૌચશ્રદ્ધાદ્દિપૂર્વ= શૌચ, શ્રદ્ધાદિપૂર્વક, લેવાનાં જૂનાં સેવં=દેવોનું પૂજન જાણવું. Ç
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org