________________
૧૪
પૂર્વસેવાદ્વાત્રિંશિકા|શ્લોક-૭-૮
અન્ય દેવ ઉપાસ્ય નથી તેમ કહે, તો તેમનામાં મધ્યસ્થ બુદ્ધિ રહે નહિ. તેથી પ્રકૃતિભદ્રક એવા તે જીવોએ જ્યાં સુધી દેવોના વિશેષ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી, ત્યાં સુધી સર્વ દર્શનના દેવો અવિશેષથી તેમના માટે ઉપાસ્ય છે. અથવા પોતાને જે દેવ પ્રત્યે અતિશય શ્રદ્ધા હોય તેને અનુસારે તે દેવ પ્રત્યે વિશેષ ભક્તિ રાખે, તોપણ તેવા મહાત્માઓએ સર્વ દેવોને ઉપાસ્યરૂપે માન્ય કરવા જોઈએ, જેથી મધ્યસ્થ બુદ્ધિ રહે, અને તેમ કરવાથી જ તેઓની માર્ગાનુસારી બુદ્ધિ વિકસે, પરંતુ જ્યાં સુધી તે તે દર્શનના દેવોમાંથી કોઈ દેવના વિશેષ ગુણોનો નિર્ણય ન હોય ત્યાં સુધી અવિચારક રીતે પોતાને અભિમત દેવ જ ઉપાસ્ય છે, અન્ય નહિ; તેવો આગ્રહ રાખે, તો તેમનામાં મધ્યસ્થભાવ વૃદ્ધિ પામે નહિ, પરંતુ અસગ્રહથી મતિ દૂષિત બને.
વળી, અહીં કહ્યું કે કોઈપણ પ્રકારના મતિમોહથી જેમને હજી વિશેષ નિર્ણય થયો નથી, તેવા ઉપાસકોએ સર્વ દેવોની ઉપાસના કરવી જોઈએ. તેનાથી એ પ્રાપ્ત થાય કે ઉપાસ્ય દેવોમાં ખરેખર કેવા ગુણો જોઈએ, કેવા માર્ગની પ્રરૂપણા જોઈએ; તેનો વિશેષ બોધ નહિ હોવાથી અને તેઓને વિશેષ બોધ ક૨વાની સામગ્રી પ્રાપ્ત નહિ થયેલી હોવાથી, અને હજી ઉપાસ્યના તેવા વિશેષ સ્વરૂપને જાણવાને અભિમુખ જિજ્ઞાસા નહિ થયેલી હોવાથી, આવા જીવોને ઉપાસ્યના સ્વરૂપવિષયક મતિમોહ વર્તે છે; અને જ્યાં સુધી આવો મતિમોહ વિદ્યમાન હોય ત્યાં સુધી આવા જીવો ઉપાસ્યના વિશેષ સ્વરૂપને જાણી શકે નહિ. પરંતુ સર્વ દેવો સંસારથી અતીત થવાનો માર્ગ બતાવનારા છે, વળી તેઓએ સંસારથી અતીત થવાના માર્ગને સેવીને આત્મકલ્યાણ સાધ્યું છે, માટે આપણે પણ તે સર્વની ઉપાસના કરીને આત્મકલ્યાણ સાધવું જોઈએ, એવી જેમની બુદ્ધિ થઈ છે એવા જીવોએ દેવના વિશેષ સ્વરૂપની અનિર્ણીત અવસ્થામાં સર્વ દેવોની ઉપાસના કરવી જોઈએ. IIII
અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે દેવના વિષયમાં જેઓને વિશેષ નિર્ણય નથી, તેવા મહાત્માઓએ સર્વ દેવોની ઉપાસના કરવી જોઈએ. ત્યાં પ્રશ્ન થાય કે સર્વ દેવોની ઉપાસના કેમ કરવી જોઈએ ? તેથી કહે છે
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org