________________
‘દ્વાત્રિંશદ્વાત્રિંશિકા' ગ્રંથની ૧૨મી ‘પૂર્વસેવાદ્વાત્રિંશિકા'ના પદાર્થોની સંકલના
વિદ્યાસાધક વિદ્યાને સાધવા માટેનો પ્રારંભ કરતાં પૂર્વે જે પૂર્વભૂમિકાની પ્રવૃત્તિ કરે તે વિદ્યાસિદ્ધિ માટેની પૂર્વસેવા છે. તેમ મોક્ષની સિદ્ધિ અર્થે અધ્યાત્મ આદિ યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરનારા સાધકો અધ્યાત્મ આદિ યોગમાર્ગના પ્રારંભ પૂર્વે તેની ઉચિત ભૂમિકા સંપાદન કરવા અર્થે જે પ્રવૃત્તિ કરે તે યોગમાર્ગની પૂર્વસેવા કહેવાય.
યોગમાર્ગનો પ્રારંભ અધ્યાત્મથી થાય છે. તેથી પાંચમા ગુણસ્થાનકે રહેલા શ્રાવકથી યોગમાર્ગનો પ્રારંભ શાસ્ત્રથી સ્વીકારાય છે, તેની પૂર્વેની ચાર દૃષ્ટિમાં રહેલા અને અવિરત સમ્યગ્દષ્ટિ જીવો જે કાંઈ ધર્મની પ્રવૃત્તિ કરે છે, તે સર્વને પૂર્વસેવારૂપે સ્વીકારાય છે. આથી યોગબિન્દુમાં અપુનર્બંધકની યમ-નિયમની આચરણાને પણ પૂર્વસેવારૂપે સ્વીકારે છે.
પ્રસ્તુત બત્રીશીમાં અપુનર્બંધક અવસ્થામાં વર્તતા જીવો પ્રારંભિક કક્ષાની મોક્ષને અનુકૂળ જે ઉચિત પ્રવૃત્તિ કરે તેને પૂર્વસેવા તરીકે ગ્રહણ કરીને તેના ચાર ભેદો શ્લોક-૧માં બતાવે છે.
(૧) ગુરુદેવાદિનું પૂજન,
(૨) સદાચાર,
(૩) તપ, અને
(૪) મુક્તિઅદ્વેષ.
શ્લોક-૧માં ચાર પ્રકારની પૂર્વસેવા બતાવ્યા પછી ‘ગુરુ’ શબ્દથી કોને ગ્રહણ કરવાના છે, તે શ્લોક-૨માં બતાવેલ છે, તેમનું પૂજન શ્લોક-૩માં બતાવેલ છે અને તેમનું પૂજન કરનારાએ કેવું ઉચિત વર્તન કરવું જોઈએ ? તે શ્લોક-૪-૫માં બતાવેલ છે.
અહીં ગુરુવર્ગ તરીકે માતા-પિતા, કલાચાર્ય, તેના જ્ઞાતિજનો અને ધર્મઉપદેશ આપનારા પુરુષોનું ગ્રહણ કરેલ છે, અને તેઓ સાથે કેવું ઉચિત વર્તન કરવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org