Book Title: Punya Tattvanu Swarup Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 5
________________ પરિણામ લાવવાનું લક્ષ્યપણ ન હોવાથી સકામ નિર્જરાના બદલે અકામ નિર્જરા કરી રહેલા છીએ એમ લાગે છે ! જેને પુણ્યાનુબંધિ પુણ્ય બંધાતું જાય છે તે એક અંતર્મુહૂર્ત પછી અવશ્ય ઉદયમાં આવે છે અને તેના કારણે એ જીવોનાં પરિણામ આત્મ કલ્યાણના લક્ષ્યવાળા જ હોય છે. પુણ્યના અનુબંધવાળી સામગ્રી જીવને મલે તે સામગ્રીથી પુણ્ય બાંધવાનું લક્ષ્ય વિશેષ હોય છે અને તે પણ એવી રીતે જીવન જીવતો હોય છે કે જેના કારણે મળેલી સામગ્રીમાં વેરાગ્યભાવ વધતો જાય છે કે જેથી તે રાગના સાધનોમાં લીન થવા દેતું નથી અને આત્મિક ગુણ તરÉ લક્ષ્ય પેદા કરાવી તેમાં સ્થિરતા લાવવા પ્રયત્ન કરાવે છે. એકેન્દ્રિયથી અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા સુધીનાં જીવોને કોઇપણ પ્રકારે પુણ્યનો અનુબંધ પડી શકતો નથી. કારણકે એ વિચારણા હોતી નથી. પણ પાપનો અનુબંધ પડે છે કારણકે રાગાદિ પરિણામની વૃત્તિ ચાલુ જ રહે છે માટે પુણ્યનો અનુબંધ બાંધવા માટે સન્ની પર્યાપ્ત પણું જોઇએ ને જોઇએ જ. | મરૂદેવા માતાનો જીવ એકેન્દ્રિયપણામાંથી આવેલો છે તે અનુબંધ વગરનું પુણ્ય બાંધીને તીર્થંકરની. માતા થઇ શક્યા છે. એના કારણે એમનામાં સમજણ જલ્દી પેદા થતી નથી પણ જ્યારે સમજણ પેદા થઇ કે તરત જ કર્મોના ભુક્કા બોલાવી નાખ્યા છે. સાચી સમજણ મલે તો છોડવા જેવું તરત જ છોડી દે છે. આવો સરલ સ્વભાવે જીવને પુણ્ય સાથે બંધાતો જાય છે. એકેન્દ્રિયાદિ જીવો દુ:ખ વેઠે છે તેમાં આવું પુણ્ય બાંધી શકે છે અને એ જીવોમાં સરલ સ્વભાવ વિશેષ રહેલો હોય છે. આથી નિ:સ્વાર્થ બુદ્ધિ અને સરળ સ્વભાવ હોય તોજ પુણ્યનો અનુબંધ બાંધી શકાય છે. આ પુણ્યનો અનુબંધ માત્ર દેવ, ગુર, ધર્મની આરાધનાથીજ બંધાય એવો નિયમ નહિ પણ માનવા કલ્યાણના સેવાની ક્રિયા એટલે પ્રવૃત્તિ કરવામાં નિ:સ્વાર્થ બુદ્ધિ અને સરલ સ્વભાવ હોય તોય પુણ્યના અનુબંધ પૂર્વકનું પુણ્ય બંધાય છે. સંસારની પણ કોઇ પ્રવૃત્તિ કરતાં સેવા આદિના કાર્યો કરતાં નિ:સ્વાર્થી બુદ્ધિ અને સરળ સ્વભાવ હોય તો પુણ્ય અનુબંધવાળું જરૂર બાંધી શકે છે. માટે જ જ્ઞાનીઓએ નિઃસ્વાર્થ બુદ્ધિ અને સરલ સ્વભાવ આ બે ગુણ ઉપાદેય એટલે ગ્રહણ કરવા લાયક કહ્યા છે કારણકે એજ મોક્ષની. રૂચિ પેદા કરવામાં સહાયતા કરે છે. અનંતી પુણ્યરાશીથી આર્યદેશ, આર્યજાતિ, આર્યકુળ, જેન જાતિ, જેન કુળ, દેવ, ગુરૂની સામગ્રી ધર્મ સમજાવનાર ગુરૂ ભગવંતોનો યોગ આ બધું મળેલું છે. સમજવા માગીએ તો સમજી શકીએ એવો જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પણ મળેલો છે. તો પછી ખામી શેની છે ? અનુકૂળ પદાર્થના રાગને ઓળખીને તેમાં વિરાગ પેદા કરી આત્મ કલ્યાણ કરવાનું લક્ષ્ય થતું નથી એ કરવાનો પુરૂષાર્થ નથી એ જ ખરેખર ખામી છે ! માના સંસ્કારની પરંપરા ત જાતિ કહેવાય અને બાપના સંસ્કારની પરંપરા તે કુળ કહેવાય. સાતક્ષેત્રમાં દાન દેતાં-અનુકંપા દાન કરતાં પુણ્યાનુબંધી પુણ્ય બંધાય જ એવું નક્કી નહિ કારણકે અનુકૂળ પદાર્થોને મેળવવા માટે ઇચ્છા રાખી હોય. પોતાના પાપોને અને દોષોને ઢાંકવા દાન કર્યું હોય તો પુણ્યાનુબંધી પુણ્ય ન બંધાય પણ પાપાનુબંધી બંધાય. આવશ્યક ક્રિયા વગરનું જ્ઞાન એ અજ્ઞાન રૂપે કહેલું છે. એવી જ રીતે ક્રિયા વગર એકલા જ્ઞાનથી મોક્ષપણ મલતો નથી. માટે બન્ને જોઇએ. જેન શાસનમાં જ્ઞાન ક્રિયા બન્નેથી મોક્ષ કહેલો છે. - પાપાનુબંધિ પુણ્ય સુખનો રાગ વધારવાનું કામ કરે છે. આથી મળેલી સુખની સામગ્રીમાં પાપ વધારવાનું જ કામ કરે છે. એનાથી બચવા માટે એને ઓળખીને પરિણામ બદલવાનું કામ કરવું પડે તો જ પુણ્યનો અનુબંધ થાય. શ્રાવકપણામાં નિરતિચારપણે વ્રતોનું પાલન અખંડપણે કરો પણ સરલ સ્વભાવ ન હોય પેદા કરવાનું લક્ષ્ય પણ ન હોય તો પાપનો અનુબંધ પડ્યા કરે. સાધુપણાથી માંડીને શ્રાવકને લગતી સઘળી ધર્મક્રિયાના અનુષ્ઠાનો-અષ્ટપ્રકારી પૂજા-ચૈત્યવંદન-સામાયિક વગેરે વ્રત-નિયમ વગેરે ક્રિયાઓથી પુણ્ય બંધાય પણ તે પરિણામને આધારીત Page 5 of 64Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 64