Book Title: Punya Tattvanu Swarup Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 4
________________ આત્માનાં ગુણોને પેદા કરીને ક્યારે એની આંશિક અનુભૂતિ કરતો થાઉં એ વિચારવાનું. મારૂં શરીર સારૂં હોય તો તો ધર્મ વધારે કરૂં એ સ્વાર્થવૃત્તિ છે. પરલોકમાં સુખની સામગ્રી મલી રહે એ માટે દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરવી તે પણ સ્વાર્થ વૃત્તિ છે. પુણ્યોદયથી મળેલી સામગ્રી સાચવવા માટે, વધારવા માટે, ભોગવવા માટે ધર્મ કરે એ પણ સ્વાર્થ વૃત્તિ છે. પાપના ઉદયથી કોઇ દુઃખ આવી પડે તો એ દુઃખ દૂર કરવા માટે ધર્મ કરે એ પણ સ્વાર્થ વૃત્તિ છે. આ બધી વિચારણાઓ એ શરીરના ધર્મની વિચારણા છે આત્માની વિચારણા નથી. આપણે આત્માના પૂજારી બનવાનું છે શરીરના નહિ. આત્માના ધર્મની વિચારણા પુણ્યનો અનુબંધ કરાવે અને શરીરના ધર્મની વિચારણા પાપનો અનુબંધ કરાવે. મનને મજબૂત કરવાનું કે સારા કામો કરીશું તો સારાફ્ળ મળવાનાં જ છે માટે માગવાની જરૂર ખરી ? ભગવાનની ભક્તિ કરતાં મોક્ષ પણ માગવાનો નથી કેમકે ભક્તિમાં વિશ્વાસ હોય છે કે જે રીતે ભગવાનની ભક્તિ કરું એનાથી મોક્ષ મળવાનો જ છે માટે માગવાનો નથી એટલે જ જ્ઞાની ભગવંતો, અપેક્ષા રાખીએ એને સ્વાર્થ કહે છે. માગવું જ હોય તો આત્મકલ્યાણ કરનારા વિચારોની સ્થિરતા, એવી ક્રિયા અને તેવાં વર્તનની માગણી કરવાની. શરીરના ધર્મો છૂટે અને આત્માના ધર્મોની અનુભૂતિ થાય એ માગવાની છૂટ છે જે નબળા મન વાળા હોય તેઓને મોક્ષ માગવાનું પણ કહ્યું છે. દેવ, ગુરૂ, ધર્મની આરાધનાની ક્રિયા એની એજ ચાલુ રાખવાની. માત્ર તેમાં વિચાર ધારા જ બદલવાની છે એટલે કે વિચારધારાના પરિણામો બદલવાના છે. બીજું કાંઇ જ કરવાનું નથી. આમાં ક્યાં તકલીફ પડે એમ છે ? જ્ઞાનીઓ કહે છે કે ક્રિયા એ કર્મ છે. કર્મ પુણ્ય બંધાવે પણ કર્મ નિર્જરા ન કરાવે. માટે નિર્જરા કરાવનાર પુણ્ય નથી. આથી ક્રિયાથી કોઇદિ નિર્જરા ન થાય એ તો કર્મ બંધાવનારી ચીજ છે. ઉપયોગ એ ધર્મ છે. વિવેક તે ઉપયોગ કહેવાય છે. એટલે કે ક્રિયા કરવામાં જેટલો વિવેક રહે તે ઉપયોગ કહેવાય. માટે વિવેક પૂર્વકની જેટલી ધર્મની ક્રિયા એ ધર્મ કહેવાય છે. અર્થાત્ વિવેકપૂર્વકનું ચોવીશ કલાકમાં જેટલું વર્તન થાય એને જ જ્ઞાનીઓ ધર્મ કહે છે. પરિણામ મુજબ કર્મનો બંધ અને કર્મની નિર્જરા થાય એટલે ધર્મક્રિયા કરતાં કરતાં જેવાં પરિણામો ચાલતા હોય તે પ્રમાણે કર્મનો બંધ થયા કરે અને પરિણામો જેવાં ચાલતાં હોય તેનાથી કર્મની નિર્જરા થતી જાય છે. બંધ અને નિર્જરા કરવામાં ઉપયોગ એ સહાયભૂત જરૂર થાય માટે ક્રિયા ચાલુ હોય પણ તે પરિણામ પૂર્વકની હોય તો જ ખબર પડ બાકી પરિણામ વગરની ક્રિયાને જ્ઞાનીઓ એ સમૂચ્છિમ ક્રિયા કહેલી છે. સમૂચ્છિમ ક્રિયાથી અકામ નિર્જરા થાય પણ એવી અકામ નિર્જરાની કિંમત પણ શું ? અકામ નિર્જરાથી એકેન્દ્રિયપણામાં પણ જવાય જ્યારે સકામ નિર્જરાથી સારી ગતિમાં જવાય. કઇ નિર્જરા કરવી એ આપણા હાથની વાત છે. સામાયિકમાં બેઠા બેઠા સંસારની સાવધ પ્રવૃત્તિના વિચારો કરવાથી સામાયિકથી પુણ્ય અનુબંધ વગરનું બંધાય અને સાવધ વિચારોથી પાપ અનુબંધ રૂપે બંધાય છે. માટે જ્ઞાનીઓ કહે છે કે ક્રિયા ગમે તેવી હોય એટલે કે શુભ હોય કે અશુભ હોય પણ કર્મબંધ તો પરિણામના કારણે થાય છે. જેવા પરિણામ હોય તેવો કર્મબંધ તથા કર્મોની નિર્જરા થયા કરે છે. આથી કહેવાય છે કે સમકીતી જીવો અશુભ ક્રિયાઓથી પણ પુણ્યનો અનુબંધ બાંધીને પુણ્યાનુબંધીપુણ્ય બાંધી શકે છે. આથી જૈન શાસનમાં એકલી ક્રિયાનું મહત્વ નથી જ પણ પરિણામ પૂર્વકની ક્રિયાનું મહત્વ છે. ક્રિયાના મહત્વની સાથે તેમાં પરિણામની ધારા કયા પ્રકારની છે એજ મહત્વનું છે સ્વાર્થવૃત્તિથી કરેલી ક્રિયા પાપનો અનુબંધ કરાવે. સમકીતી-ચક્રવર્તી જીવો ભોગ ભોગવે તો પણ એમના અંતરમાં આ છોડવા લાયક જ છે અને તાકાત આવે તો ક્યારે છોડીશ એ ભાવનાના વિચારો-પરિણામો રહેલાજ હોય છે. આના કારણે એ ક્રિયા વખતે પણ પુણ્યનો અનુબંધ કરતાં જાય છે. એ ક્રિયા અશુભ હોવા છતાં આ પરિણામના યોગે સકામ નિર્જરા કરતાં જાય છે. જ્યારે આપણે ક્રિયા શુભ કરીએ છીએ પણ આવા કોઇ પરિણામ ન હોવાથી એ Page 4 of 64Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 64