Book Title: Pruthvino Itihas Author(s): Yashwant Gulabbhai Nayak Publisher: Farbas Gujarati Sabha View full book textPage 6
________________ પ્રસ્તાવના ગુજરાતી સાહિત્યમાં પૃથ્વી વિષે માહિતી આપતાં પુસરો ગણ્યાંગાંડ્યાં છે. અંગ્રેજી સાહિત્યમાં એ બાબતનાં અનેક પુસ્તકે હેવા છતાં અંગ્રેજી અભ્યાસક્રમમાં પૃથ્વી વિષે માહિતી આપતું ફરજીઆત શિક્ષણ કોઈ પણ અભ્યાસક્રમમાં છે જ નહીં. આથી ઘણાને પૃથ્વીનું બહુ ઓછું જ્ઞાન હોય છે. આ નાનકડા પુસ્તકમાં પૃથ્વી વિષે જરૂર જોગી માહિતી સંક્ષેપમાં આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જે પૃથ્વી ઉપર આપણે જીવન ધારણ કરીએ છીએ, જેના વડે આપણું પિષણ થાય છે અને જેના ભૂમિતળ ઉપર આપણે રહીએ છીએ એની પરિસ્થિતિનો ખ્યાલ દરેકને આવશ્યક છે. આ પુસ્તકને એના હાલના સ્વરૂપમાં લાવવામાં શ્રી. પિપટલાલ ગો. શાહે જે પ્રેરણા અને મદદ આપી તે બદલ હું તેમને અત્યંત ઋણી છું. મારા મિત્ર દયાળજી રામભાઈ નાયકે આ પુસ્તકની વસ્તુ અને પ્રફ સુધારવાનું કાર્ય જે ખંતથી અને સહૃદયતાથી કર્યું છે તેને માટે એમને અત્યંત આભારી છું. વેગામ (જી.) સુરત. } યશવંત ગુ. નાયક ૩૦ મી એપ્રીલ ૧૯૩૬ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 140