Book Title: Pruthvino Itihas Author(s): Yashwant Gulabbhai Nayak Publisher: Farbas Gujarati Sabha View full book textPage 5
________________ ४ લેખકે દરેક પુસ્તકમાં તે તે વિષયનું અર્વાચીન દષ્ટિએ વિવેચન, ઉપરાંત તે વિષયમાં ગુજરાતમાં થયેલાં અત્યાર સુધીનાં અન્વેષણાને રસમય સંગ્રહ કરવાના છે. આ સંબંધી ઘણા પત્રવ્યવહારે। પછી એ લેખકાએ પેાતે માથે લીધેલું કામ છેાડી દીધું છે, અને બાકીની યેાજના વ્યવહારમાં ઉતારાઈ છે. અનેક મુશ્કેલીઓ નડવા છતાં રા. રા. યશવંત ગુલાબભાઈ નાયક, એમ. એસસી. લેકચરર, રાયલ ઈન્ટીટટ્યુટ્ એફ સાયન્સ, મુંબઈ, એમણે સભાનું નિમંત્રણ સ્વીકાર, પ્રસ્તુત ગ્રંથ “ પૃથ્વીને ઇતિહાસ લખી આપ્યા છે. તે પ્રકટ કરતાં શ્રી ફાર્બસ ગુજરાતી સભાને "" આનન્દ થાય છે. આ પ્રકારનું શાસ્ત્રીય સંશાધન અને વૈજ્ઞાનિક સિદ્ધાન્તાનું નિરૂપણ કરનારૂં આ ત્રીજું પુસ્તક શ્રી ક્ાર્બસ ગુજરાતી સભા તરફથી પ્રકટ થાય છે. ઉપરાંત “ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂંગાળવિજ્ઞાન ’એ ગ્રંથ છપાવવાનું કામ શરૂ થઈ ગયું છે, અને તે થાડાક સમયમાં પ્રકટ થશે. વળી “ ચેતનરસૃષ્ટિ ’” નામનું એક પુસ્તક રા. રા. ભીમભાઈ લાલભાઈ દેશાઈ લખે છે. પુસ્તકા, લેખા અને ભાષણા દ્વારા ગુજરાતી ભાષામાં વૈજ્ઞાનિક સાહિત્યની અભિવૃદ્ધિ સાધવા માટે શ્રી ફાર્બસ ગુજરાતી સભા વિજ્ઞાનનિષ્ણાત વિદ્વાનેાના વધુ સહકારની આશા રાખે છે. વિજ્ઞાનવિષય સચિત્ર હાય તા તેનું નિરૂપણ વિશેષ સ્પષ્ટતાથી સમજાય, તેથી આ પુસ્તકમાં બાર ઉપયેગી ચિત્રો આપેલાં છે. વિજ્ઞાનવિષયી સાહિત્યના પ્રસાર સુતરતાથી થાય તે માટે આ ગ્રંથની પડતર કિંમત, એટલે રૂ. ૦-૧૨-૦ રાખેલી છે. આશા છે કે ગુજરાતી વાચક વર્ગ સભાના આ ઉદ્દેશને સત્કારશે. નિવેદક અંબાલાલ જી. જાની સહાયક મંત્રી શ્રી ફા. ગુ. સભા t મંગળવાર, તા. ૧૬-૬-૩૬ ૩૬૫, શ્રી ફાર્બસ ગુજરાતી સભા મંદિર વિઠ્ઠલભાઈ રાડ, મુંબઈ નં. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 140