Book Title: Pratikramana sutra Abhinava Vivechan Part 4
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Arhant Shrut Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ અમારા આગમ પ્રકાશનો ७. आगमसूत्र हिन्दी अनुवाद ૪૭-પ્રકાશનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તો પણ આગમના ગુજરાતી અનુવાદની ગેરહાજરીમાં તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂ. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ કામસૂત્ર-હિન્દી અનુવાદ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને કામ કરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. હાલ ગુજરાતી અનુવાદ સર્વથા અપ્રાપ્ય હોવાથી આપ આ આગમ-હિન્દી અનુવાદ જ મેળવી શકશો. –– –– –– ૮. આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત્ ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલુ આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પદ્યોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 306