Book Title: Prakarantrai Author(s): Mahabodhivijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 9
________________ જીવવિચાર સવૃત્તિ : જેને મહારાષ્ટ્રમાં 51 આર્યા છન્દોમાં આ કૃતિની રચના થઈ છે. આ કૃતિના મૂળકર્તા આચાર્ય શ્રી શાન્તિસૂરિ . મહારાજ છે. જુદા જુદા ગચ્છમાં આજસુધીમાં શ્રી શાન્તિસૂરિ નામના અનેક આચાર્યો થયા છે, જેની નામાવલી આ પ્રસ્તાવનાના અને પ્રથમ પરિશિષ્ટમાં આપવામાં આવી છે. જીવના 563 ભેદને વિસ્તારથી સમજાવતા આ પ્રકરણ ઉપર આજ સુધીમાં અનેક નાની મોટી વૃત્તિ અવસૂરિઓ તેમજ બાલાવબેધાદિની રચના થઈ છે. જેની નામાવલી આ પ્રસ્તાવનાના અને દ્વિતીય પરિશિષ્ટમાં આપવામાં આવી છે. ક્ષમાકલ્યાણગણિ : પ્રસ્તુત વૃત્તિના કર્તા ખરતરગચ્છીય અમૃતધર્મ વાચકના શિષ્ય ક્ષમાકલ્યાણ ગણિ છે. તેઓશ્રીએ બીકાનેર મુકામે સં. ૧૮૫૦માં આવૃત્તિની રચના કરી છે. આ સિવાય ગૌતમીયકાવ્યની ટીકા/પ્રશ્નોત્તર સાર્ધશતકાત્યવંદન ચતુવિ શતિક આદિ ગ્રંથની રચના કરી છે. નવતવ સટીક : જેને મહારાષ્ટ્રીમાં - આર્યા છેદમાં રચાયેલ, જીવ અછવાદિ નવતત્વના ભેદને વિસ્તારથી સમજાવતી આ કૃતિ અજ્ઞાતત્ત્વક છે. વર્તમાનમાં 60 ગાથામાં બંધાયેલ આ પ્રકરણની ભિન્ન ભિન્ન કર્તક વૃત્તિઓને જોતાં મૂળ ગાથાઓને કુલ સંખ્યાંક પણ ભિન્ન ભિન્ન જોવા મળે છે. ઉપાધ્યાય શ્રી સમયસુંદર મહારાજે પ્રસ્તુત વૃત્તિમાં 49 ગાથા ઉપર વિવરણ કર્યું છે. આ પ્રકરણના કદમાં આવો ફેરફાર થવાનું કારણ એ સંભવી શકે કે જેમ જેમ આ પ્રકરણને સ્વાધ્યાય વધતો ગયો તેમ તેમ આ પ્રકરણમાં નવતત્વને લગતી અન્ય ઉપયુક્ત ગાથાઓને પણ સમાવી લેવામાં આવી. નવતત્વ પ્રકરણના મૂળકર્તા અંગે શ્રી જૈન ગ્રન્ય પ્રકાશસભા તરફથી પ્રકાશિત થયેલ નવતત્વવિસ્તરાર્થ નામના પુસ્તકમાં બે બોલમાં જે વિચાર કર્યો છે તે અક્ષરશઃ અત્રે આપીએ છીએ. નવતાવના પ્રણેતાની ગવેષણ કરતાં હજુ સુધી કાંઈ નિર્ણય થઈ શક્ય નથી. નવતત્વ ટબાવાળી એકજ પ્રાચીન પ્રતિમાં સાઠમી એક ગાથા નવતત્તવિવારો મળ્યમહનાગાળાગા , संखितो उद्धरिओ लिहिओ सिरिधम्मसूरीहिं //Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 116