Book Title: Prakarantrai Author(s): Mahabodhivijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 8
________________ // श्रीप्रवचनाय नमः // છે નમોનમઃ શ્રીજી મારે છે આ પ્રસ્તાવના છે - શ્રી સંઘમાં ચાર પ્રકરણ તરીકે પ્રસિદ્ધ થયેલ જીવવિચાર/નવતત્વ દડક/લઘુસંગ્રહણીમાંથી અત્રે પ્રથમ ત્રણ પ્રકરણને વૃત્તિ સહિત સમાવેશ કરવામાં આવેલ છે. જીવવિચારની 5. ક્ષમાકલ્યાણગણિની વૃત્તિ આજથી 83 વર્ષ પૂ શ્રી જેન આત્માનંદ સભા-ભાવનગર તરફથી પ્રગટ થયેલ. - નવતત્વ દંડક પ્રકરણની પૂ. ઉપાધ્યાય શ્રી સમયસુંદર મ. વિરચિત વૃત્તિ આજસુધી પ્રાયઃ અપ્રગટ હતી. નવતત્વવૃત્તિની અનેક હસ્તપ્રતે ગુજરાતના જુદા જુદા અનેક જ્ઞાનભંડારમાંથી પ્રાપ્ત થઈ જેમાંની તમામ હસ્તપ્રતો અત્યંત અશુદ્ધ હતી. તે છતાં કઈ કઈ સ્થાને આ હસ્તપ્રતે એકબીજા માટે પૂરક બની છે. મુખ્યતયા સાણંદના જ્ઞાનભંડારની હસ્તપ્રતને નજર સામે રાખીને આ વૃત્તિનું સંપાદન કર્યું છે. . દંડક પ્રકરણની પૂ. ઉપા. શ્રી સમયસુંદર મ.ની વૃત્તિની હસ્તપ્રત ભાવનગરના જ્ઞાનભંડારમાં છે. જેની પ્રતિકૃતિ વિદ્વર્ય પૂ. પં. શ્રી શીલચંદ્ર વિ. મ. દ્વારા પ્રાપ્ત થઈ છે. બહુધા શુદ્ધ જણાતી આ હસ્તપ્રતમાં એક બે સ્થાને પાઠ પડી ગયેલ છે તે સ્થાને, તેમજ એક બે સ્થાને જ્યાં પાઠ છૂટી ગયેલ છે ત્યાં પાછળથી ઉપરના ભાગમાં મૂળ હસ્તપ્રતમાં તે પાઠો ઉમેરવામાં આવેલ છે પરંતુ પ્રતિકૃતિ કાઢવાની ચીવટના અભાવે ઉમેરાયેલ પાઠ અડધા કપાઈ ગયા છે તે સ્થાને પણ અવસૂરિ તેમજ પંડિત રત્નચન્દ્રગણિની વૃત્તિના આધારે પાઠો ઉમેર્યા છે જે [ ] આવા ચિહન વચ્ચે મુકવામાં આવ્યા છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 116