________________
સમગદર્શન-ભાગ ૧
૪૩
અનુભવોલ્ગાર નિકળી પડે છે કે “જે પરમાત્મા છે તે હું છું, જે હું છું તે પરમ છું, હું જ મારાથી ઉપાસ્ય છું. નમો મુજ! નમો મુજ રે!” (ત્રોટક) ત્યજી દષ્ટિ બહિર્ બહિરાત્મ ત્યજી,
સ્થિર ભાવથી અંતર આત્મ ભજી. પરમાતમ તે નિજ આત્મ અહો! નિત ભાવનથી પરમાત્મ લહો!
- शिक्षापाठ १८ : सम्यग्दर्शन } भाग १
જેમ છે તેમ યથાવત્ આત્મતત્વનું દર્શન, આત્મસાક્ષાત્કાર તે સમ્યગદર્શન અથવા સમ્યકત્વ. સદેવ, સદ્ધર્મ અને સદ્ગુરુનું સમ્યક
સ્વરૂપ સમજી સહવું તે વ્યવહાર સમ્યગદર્શન છે અને તે નિશ્ચય સમ્યગુદર્શનનું કારણ હોય છે. દેહાદિ પરવસ્તુથી આત્મા ભિન્ન અને ઉપયોગવંત તથા અવિનાશી છે, એમ સદ્ગુરુ ઉપદેશથી જાણીને તેની શુદ્ધ પ્રતીતિ ધારવી તે નિશ્ચય સમ્યગદર્શન અથવા ભેદજ્ઞાન છે. આ જે દર્શન અર્થાત્ દેખવું તે સાક્ષાત્ આત્મઅનુભવરૂપ, આત્મસંવેદનરૂપ છે, એટલે જ તે “વેદ્યસંવેદ્ય પદ” કહેવાય છે. અને જ્યાં સાક્ષાત સ્વરૂપદર્શન છે, ત્યાં પછી કોઈ પણ વિકલ્પ હોય નહિ, પણ દૃઢ નિશ્ચયપ્રતીતિરૂપ શ્રદ્ધાન જ હોય. “તત્ત્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગદર્શન” એ વ્યાખ્યામાં દર્શનનો અર્થ શ્રદ્ધાન કર્યો છે તેનું રહસ્ય પણ એ જ છે.
સમ્યગદર્શન એ આત્માનો નિર્વિકલ્પ ગુણ છે, પણ આ ગુણ અનાદિથી દર્શનમોહના ઉદયથી, કડવી તુંબડીમાં નાંખેલા દૂધની જેમ, મિથ્યાદર્શનરૂપ બની ગયો છે. આત્મા પોતાના શુદ્ધ ચેતન સ્વરૂપને ભૂલી, જડ એવી દેહાદિ પરવસ્તુમાં આત્મભ્રાંતિ પામ્યો, એ જ એનો અનાદિ વિપર્યાસરૂપ દર્શનમોહ છે. આપ આપનું ભૂલ ગયા! એ જ જીવની ‘સર્વ ભૂલની બીજભૂત ભૂલ' છે. આ દર્શનમોહથી જ જીવ ચારિત્રમોહને પામે છે, એટલે તેને તે પરભાવ નિમિત્તે ગાઢ રાગદ્વેષની