________________
૧૭૨
પ્રશાવબોધ મોક્ષમાળા
शिक्षापाठ ६६ : पांच परम पद विषे विशेष विचार } १
સમસ્ત વિશ્વમાં ઉંચામાં ઉંચા એવા પાંચ પરમ પદ છે : અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, સકલ જગત કરતાં આ જગદગુરુઓનું ગુણગૌરવ અનંતગુણવિશિષ્ટ હોવાથી આ ‘પંચ પરમ ગુરુ' કહેવાય છે. આ પાંચે પદ ઈષ્ટ હોવાથી “પંચ પરમેષ્ઠિ' ને નામે પ્રસિદ્ધ છે. પરમ આત્મવિભૂતિથી વિભૂષિત હોવાથી આ પાંચે વિશ્વની વિશિષ્ટ અને શ્રેષ્ઠ વિભૂતિઓ છે. એટલે જ પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય એવા આ પંચ પરમ પદને મુમુક્ષુઓ સદા પરમ ભક્તિથી નમસ્કાર કરે છે. અહંતોને નમસ્કાર હો! સિદ્ધોને નમસ્કાર હો! આચાનિ નમસ્કાર હો! ઉપાધ્યાયોને નમસ્કાર હો! લોકમાં સર્વ સાધુઓને નમસ્કાર હો!
પદ એટલે શું? પદ એટલે સ્થિરતાવાળું સ્થાન. આત્મસ્વભાવ અર્થાત્ સહજ એવું આત્મસ્વરૂપ એ જ એક એવું સ્થાન છે કે જે સદા સ્થાયિ અને સ્થિર છે. માટે પરમાર્થથી આત્મસ્વભાવ–‘મૂળ શુદ્ધ તે આત્મપદ' એ જ એક વાસ્તવિક પદ છે; તે સિવાયના બીજા બધા અસ્થિર હોવાથી અપદ જ છે. અરિહંતાદિ જે પંચ પરમેષ્ઠિ પદ કહ્યા તે સ્થિર એવા પરમ શુદ્ધ આત્મસ્વભાવ પદમાં નિરંતર સ્થિતિ કરે છે, એટલે તે વિભૂતિઓને પણ ‘પદ' નામ છાજે છે. યોગિઓને પ્રિય એવા સહજાત્મસ્વરૂપ પદમાં સ્થિત એવી આ પરમ વિભૂતિઓ સર્વ પરભાવ-વિભાવથી પર છે, એટલે તેને ‘પરમ પદ' નામ આપ્યું તે યથાર્થ છે. આ પરમ પદોની પાસે ઈંદ્ર-ચકવર્તી આદિ પદવીઓ તુચ્છ અને પામર છે. આવા આ મેરુ કરતાં પણ મહામહિમાવાન પંચ પરમેષ્ઠિ પદોનું સ્વરૂપ મુમુક્ષુઓએ મનન કરી પદે પદે નમન કરવા યોગ્ય છે.
જેણે કર્મરૂપી વૈરીનો પરાજય કર્યો છે એવા અહંત ભગવાન તે પહેલું અરિહંત પદ. આ અરિહંત ભગવંતોએ મોહનીયાદિ ચાર ઘાતિકર્મનો સંક્ષય કરી જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય પ્રગટાવ્યું છે. આત્મગુણને અપાય-હાનિ કરનારા આ ઘાતિકર્મોનો અપગમ થયો હોવાથી, એમનો અપાયાપરમ અતિશય જગતમાં અન્ય કોઈ પણ