Book Title: Pragnav Bodh Mokshmala
Author(s): Bhagwandas Mansukh Mehta
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 311
________________ ૨૯૦ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા એટલા માટે ઇચ્છાયોગી જ્ઞાની' અર્થાત્ સમ્યગુદષ્ટિ આત્મજ્ઞાની હોવો જોઈએ એવું ખાસ વિશેષણ મૂક્યું. પ્રશ્ન : શ્રુતજ્ઞાન છતાં અજ્ઞાની હોય કેમ બને? ઉત્તર : ગમે તેટલું શ્રુત ભણ્યો હોય, અરે! નવ પૂર્વ જેટલું શ્રત પણ ભણ્યો હોય, પણ જો આત્મારૂપ મૂળ વસ્તુનું જ્ઞાન ન હોય, તો તે સર્વ શ્રુતજ્ઞાન પણ અજ્ઞાન છે. પ્રશ્ન : ઇચ્છાયોગીને પ્રમાદજન્ય વિક્લતા કેમ હોય? ઉત્તર : ઇચ્છાયોગી સમદષ્ટિ આત્મજ્ઞને દર્શનમોહ તો દૂર થયો છે, પણ ચારિત્રમોહની હજુ સંભાવના છે, એટલે હજુ તેને કવચિતું પ્રમાદને લીધે તેવી સંપૂર્ણ અવિકલ આત્મસ્થિતિ હોતી નથી. પ્રશ્ન : ઈચ્છાયોગના પાત્ર અધિકારી કોણ? ઉત્તર : પ્રમાદની ઉત્તરોત્તર ન્યૂનતા પ્રમાણે (૧) અવિરતિ સમ્યગ્દષ્ટિ, (૨) દેશવિરતિ સમદષ્ટિ (ભાવશ્રાવક), (૩) સર્વવિરતિ સમ્યગદષ્ટિ (ભાવસાધુ)- આ ત્રણ અત્રે નિશ્ચયથી મુખ્ય અધિકારી છે. વ્યવહારથી ધર્મ કરવાની સાચી નિર્દભ ઇચ્છાવાળો એવો અપુનબંધકાદિ દશાવાળો કોઈ પણ સાચો મુમુક્ષુ આત્માર્થી અધિકારી છે. પ્રશ્ન : શાસ્ત્રયોગનું સ્વરૂપ શું? ઉત્તર : યથાશકિત અપ્રમાદી એવા શ્રાદ્ધ-શ્રદ્ધાનંત તીવ્રશાસ્ત્ર બોધવાળા પુરુષનો જે યથાસૂત્ર આદર્શ આચરણરૂપ અવિકલ યોગ તે શાસ્ત્રયોગ. પ્રશ્ન : તીવ્ર શાસ્ત્રબોધવાળો એટલે શું? ઉત્તર : શાસ્ત્રનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ રહસ્યભૂત ગૂઢ નિપુણ જ્ઞાન જેને છે, દ્વાદશાંગીના સારભૂત શુદ્ધ આત્મતત્વ જેણે જાણ્યું છે એવો ગીતાર્થ. પ્રશ્ન : શ્રાદ્ધ-શ્રદ્ધાવંત એટલે શું? ઉત્તર : સુવર્ણની જેમ શાસ્ત્રની કષ-છેદ-તાપ પરીક્ષા વડે તત્ત્વની ચકાસણીથી જેને સમ્યફપ્રતીતિરૂપ સંપ્રત્યયાત્મક શ્રદ્ધા

Loading...

Page Navigation
1 ... 309 310 311 312