Book Title: Pragnav Bodh Mokshmala
Author(s): Bhagwandas Mansukh Mehta
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 309
________________ ૨૮૮ પ્રશાવબોધ મોક્ષમાળા આમ ભવાભિનંદીની સર્વ ક્રિયા પણ અયોગરૂપ છે; મુમુક્ષુની સર્વ યોગક્રિયા યોગરૂપ છે. પ્રશ્ન : યોગ એટલે શું? યોગની મુખ્ય વ્યાખ્યા શું? ઉત્તર : મોક્ષની સાથે અર્થાત્ શુદ્ધ આત્મસ્વભાવની સાથે યોજે, મુંજન કરે તે યોગ. “મોક્ષે યોગનાન્ યોઃ ” (શ્રીહરિભદ્રસૂરિ) પ્રશ્ન : યોગની બીજી વ્યાખ્યા શું? ઉત્તર : સર્વ પરિશુદ્ધ ધર્મવ્યાપાર તે યોગ. અથવા ચિત્તવૃત્તિનિરોધ તે યોગ. અથવા સમિતિ ગુપ્તિ સાધારણ ધર્મવ્યાપાર તે યોગ અથવા મન:સ્થિરતા-ચિત્તસમાધિ તે યોગ. આ ચારે વ્યાખ્યાનુસાર યોગ એક બીજાના પૂરક ને સમર્થક છે, અને મૂળ મુખ્ય વ્યાખ્યાનુસાર યોગનો સાધક છે. પ્રશન : આ મોક્ષસાધક યોગનું ઉદાહરણ દર્શાવો. ઉત્તર : અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એમ ઊત્તરોત્તર શ્રેષ્ઠ પાંચ તબક્કાવાળો યોગ યોગબિન્દુમાં કહ્યો છે, તે યોગનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રશ્ન : આ અધ્યાત્માદિ યોગનું સ્વરૂપ શું? ઉત્તર : “નિજ સ્વરૂપ જે કિરિયા સાથે તે અધ્યાતમ કહિયે રે,” અથવા “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે' ત્યાં ત્યાં તે તે આચરનારા આત્માર્થી પુરુષનું મૈત્રી આદિ ચાર ભાવનાથી સાર એવું શાસ્ત્રવચન થકી તત્ત્વચિંતન તે અધ્યાત્મ. આ અનુભવસિદ્ધ અમૃતસમાં અધ્યાત્મનું જ પુન: પુન: ભાવન તે ભાવના. શુભ એક આલંબનવાનું તથા સૂક્ષ્મ ઉપયોગથી યુક્ત એવું સ્થિર પ્રદીપ સમું ચિત્ત તે ધ્યાન. “સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી' ઈષ્ટ-અનિષ્ટ પ્રત્યે સર્વત્ર સમભાવ તે સમતા. અન્યસંયોગજન્ય વૃત્તિઓનો ફરી ઉદ્ભવ ન થાય એવા અપુનર્ભવથી તેવા તેવા પ્રકારે નિરોધ તે વૃત્તિસંક્ષય.

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312