Book Title: Pragnav Bodh Mokshmala
Author(s): Bhagwandas Mansukh Mehta
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 243
________________ ૨ ૨ ૨ પ્રશાવબોધ મોક્ષમાળા કરતાં દર્શનમોહનો ક્ષપક, (૬) તેના કરતાં ઉપશમશ્રેણી આરૂઢ ઉપશમક, (૭) તેના કરતાં ઉપશાંતમોહ, (૮) તેના કરતાં ક્ષપકશ્રેણી આરૂઢ કૃપક, (૯) તેના કરતાં ક્ષીણમોહ, અને (૧૦) તેના કરતાં જિન ભગવાન અસંખ્યગણી નિર્જરા કરે છે. અને તેનો કાળ તો તેથી વિપરીત છે. અર્થાત્ જેટલા કાળે જેટલું કર્મ જિન ખપાવે, તેટલું કર્મ ક્ષીણમોહ તેનાથી સંખ્યયગણા કાળે ખપાવે,-એમ પ્રતિલોમતાથી (ઉલટા કમે) થાવત્ મિશ્રાદષ્ટિ પર્યત સંખ્યયગણો કાળ સમજવો. (દોહરા) સમકિત ગુણથી માંડીને, અસંખ્ય ગુણ નિર્જરા જ; કર્મરક્યુ જર્જર બને, ગુણશ્રેણે ચઢતાં જ. शिक्षापाठ ८२ : आकांक्षा स्थानके केम वर्तवू? - નિર્જરા વડે કરીને પૂર્વોપાર્જિત કર્મનું દેવું પરમાણુએ પરમાણુ જેમ બને તેમ ત્વરાથી ચૂકવી દેવું એ જ એક જેની આકાંક્ષા છે, તે જ્ઞાની પુરુષ સ્વપ્ન પણ પૌદ્ગલિક પરભાવની આકાંક્ષા કેમ કરે? ધોબીને ઘેરથી ભૂલથી આવી ગયેલું પારકું વસ્ત્ર તેના મૂળ ધણીને પાછું આપી દેવું જોઈએ, એ ન્યાયે જે પરવસ્તુ પાછી આપી દેવા ઈચ્છે છે, તે જ્ઞાની પુરુષ તે પરવસ્તુની પ્રાપ્તિ કેમ ઈચ્છે? કારણકે તે ભાવિતાત્મા ભાવે છે કે-હે જીવ! આ પુદ્ગલ ભોગની કાંક્ષાથી જ તે અનંત જન્મમરણ કર્યા છે. “જન્મમરણ બહુલા કર્યા, પુદ્ગલ ભોગને કંખ રે.” માટે 'હે જીવ! ક્યા ઇચ્છતા હવે? હૈ ઇચ્છા દુ:ખમૂલ; જબ ઈચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.' એટલે સર્વ ઇચ્છા-આશાને મારી નાંખી જ્ઞાની સ્વરૂપથી જીવે છે. અને અનિચ્છતાં છતાં પૂર્વ પ્રારબ્ધના યોગથી ક્વચિત ભોગપ્રવૃત્તિરૂપ આકાંક્ષા સ્થાનકે વર્તવું પડે, તો પણ જ્ઞાની તો જાગ્રત ઉપયોગ રાખી જલમાં કમલવત્ નિર્લેપ રહી, અનાસક્ત ભાવે તે ભોગકર્મ નિર્જરી નાંખે છે. જ્ઞાનીની આ ઉદાસીન ભોગપ્રવૃત્તિ પણ પૂર્વપશ્ચાતુ પશ્ચાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામ સંયુકત હોય છે. જેને જ્ઞાનદશા વર્તે છે, એવા અનાસક્ત

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312