Book Title: Pragnav Bodh Mokshmala
Author(s): Bhagwandas Mansukh Mehta
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 301
________________ ૨૮૦. vશાવબોધ મોક્ષમાળા પ્રશ્ન : શુદ્ધ ઉપયોગને ધર્મ કહેવાનું કારણ શું? ઉત્તર : વત્થસદાવો ધબ્બો | આત્માનો-વસ્તુનો સ્વભાવ તે ધર્મ અને આત્મા શુદ્ધ જ્ઞાયક સ્વભાવમાં વર્ષે તે જ શુદ્ધોપયોગ. એટલે શુદ્ધોપયોગ એ જ ધર્મ છે. પ્રશન : અશુદ્ધ ઉપયોગને કર્મ કહેવાનું કારણ શું? ઉત્તર : આત્મા શુદ્ધ જ્ઞાયક ભાવ છોડી રાગાદિથી શેયમાં કરૂંવાદિ ભાવે પરિણમે, એ જ અશુદ્ધ ઉપયોગ હોઈ કર્મ છે. પ્રશ્ન : ધર્મ અને ચારિત્રમાં કંઈ ફેર ખરો? ઉત્તર : કંઈ પણ નહિ. ધર્મ એ જ ચારિત્ર છે, ને ચારિત્ર એ જ ધર્મ છે. પ્રશ્ન : તે કેવી રીતે? ઉત્તર : સ્વરૂપમાં ચરણ તે ચારિત્ર; અને ધર્મ એટલે સમ અથવા શમ, અર્થાત્ “મોહ ક્ષોભ વિહીન આત્માનો પરિણામ તે સમ,” (કુંદકુંદાચાર્યજી) અથવા સ્વરૂપમાં શમાવું તે શમ. આમ ધર્મ, ચારિત્ર, સમ અને શમ એ સર્વ એક જ છે. પ્રશ્ન : ધર્મ અને કર્મમાં શો ફેર? ઉત્તર : સ્વભાવ તે ધર્મ અને વિભાવ તે કર્મ. અર્થાત્ આત્મા જ્ઞાન દર્શન-ચારિત્રમય આત્મસ્વભાવમાં વર્ષે તે ધર્મ અને રાગ લેષ-મોહરૂપ વિભાવ કર્મમાં વર્તે તે અધર્મ. (દોહરા) શુદ્ધોપયોગે ચેતના, પરિણમે તો મોક્ષ, અશુદ્ધોપયોગે ચેતના, પરિણમે ભવદોષ. આત્મા આત્મસ્વભાવમાં, વર્તે તેહ જ ધર્મ; રાગાદિક વિભાવમાં, વર્તે તે જ અધર્મ,

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312