Book Title: Pragnav Bodh Mokshmala
Author(s): Bhagwandas Mansukh Mehta
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 299
________________ ૨૭૮ પ્રશાવબોધ મોક્ષમાળા પ્રશ્ન : ઔદયિક ભાવ કયા? ઉત્તર : ગતિ ૪, કષાય ૪, લિંગ ૩, મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંયત, અસિદ્ધત્વ, વેશ્યા ૬,-એમ એકવીસ. પ્રશ્ન : પારિણામિક ભાવ કયા? ઉત્તર : જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ આદિ. (આદિ એટલે અસ્તિત્વ, નિત્યત્વ આદિ જે અન્ય દ્રવ્યોમાં પણ સમાન છે.) આમ પ૩ ભાવ તે જીવનું સ્વતત્ત્વ છે. (દોહરા) મૂળમાર્ગ શ્રી જિનતણો, ચારિત્ર દર્શન જ્ઞાન; મૂળમાર્ગનું મૂળ પણ, સમ્યગદર્શન જાણ. शिक्षापाठ १०२ : हितार्थी प्रश्नो} भाग २ પ્રશ્ન : જીવત્વ એ પારિણામિક ભાવ છે એટલે શું? ઉત્તર : જીવત્ત્વ એટલે ચેતનત્વ. ચેતના એ જ જીવનું પરિણામ હોય. જીવ-ચેતન, ઔપશમિકાદિ કર્મજનિત ભાવો મળે પણ, શુદ્ધ કે અશુદ્ધ આ ચેતના પરિણામ કદી પણ ચૂકે નહિ. “ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે” (શ્રી આનંદઘનજી) . પ્રશ્ન : ચેતના કેટલા પ્રકારની ? ઉત્તર : જ્ઞાનચેતના અને અજ્ઞાનચેતના. તેમાં અજ્ઞાન ચેતના બે પ્રકારની-કર્મચેતના અને કર્મફલચેતના. પ્રશ્ન : જ્ઞાનચેતના ને અજ્ઞાનચેતનાનો અર્થ શો? ઉત્તર : હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું એવું ચેતન-સંવેદન તે જ્ઞાનચેતના; જ્ઞાનસ્વરૂપ આત્મા સિવાય આ હું છું એવું ચેતન-વેદન તે અજ્ઞાનચેતના. . પ્રશ્ન : કર્મચેતના ને કર્મફલચેતનાનો અર્થ શો ? ઉત્તર : જ્ઞાન સિવાયનું આ શું કરું છું એવું ચેતન તે કર્મચેતના; અને જ્ઞાન સિવાયનું આ હું વેદું છું એવું ચેતન તે કર્મફલચેતના.

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312