Book Title: Pragnav Bodh Mokshmala
Author(s): Bhagwandas Mansukh Mehta
Publisher: Shrimad Rajchandra Gyanmandir

View full book text
Previous | Next

Page 306
________________ હિતાથી પ્રશ્નો-ભાગ ૪ ૨૮૫ પ્રશ્ન : જે વિશાલ અનેકાન્તદષ્ટિએ સર્વ દર્શનની એકતા છે, તો તે તે દર્શનોની દેશનાપદ્ધતિમાં કેમ ભેદ પડે છે? ઉત્તર : તેવા તેવા પ્રકારના શિષ્યવિશેષને ગુણ-ઉપકાર થાય, કલ્યાણ થાય એમ તેને ઠેકાણે આણવા, આત્મસ્થાને લાવવા, એકાંત હિતeતએ તેઓએ “સમજાવ્યાની શૈલી કરી છે, તેથી તેઓની દેશના જૂદી પડી છે. બાકી તો‘જે ગાયો તે સઘળે એક, સકલ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની શૈલી કરી, આાવાદ સમજણ પણ ખરી.” પ્રશ્ન : સર્વ દર્શનની એક્તા કેવી રીતે છે? ઉત્તર : એક જ આત્મતત્ત્વતા મૂળમાં એ સર્વ દર્શનો વ્યાપ્ત છે. માત્ર દષ્ટિનો જ ભેદ છે. એટલે એક શુદ્ધ આત્મધર્મનો જોગ એ જ એક માત્ર જેનું પ્રયોજન છે, એવા સર્વદર્શનસંમત યોગમાર્ગમાં સર્વદર્શનની એકતા છે. પ્રશ્ન : આ યોગમાર્ગમાં સર્વમાન્ય મુખ્ય સાધન કયા છે? ઉત્તર : ભક્તિયોગ, કર્મયોગ, અને જ્ઞાનયોગ. પ્રશ્ન : ભક્તિયોગ એટલે શું? ઉત્તર : સદેવ, સદ્ગુરુ, અને સદ્યુતની શુદ્ધ ભક્તિ કરવી તે ભક્તિયોગ. આ ભક્તિયોગ સર્વ યોગમાં શ્રેષ્ઠ અને પ્રથમ છે. પ્રશ્ન : શુદ્ધ ભક્તિ એટલે શું? ઉત્તર : આ લોક-પરલોક સંબંધી કંઈ પણ કામના રહિતપણે તાત્વિક સમજણપૂર્વક પર તત્વની ભક્તિ કરવી તે શુદ્ધ ભક્તિ. આ શુદ્ધ ભક્તિ એ જ યોગબીજ છે, જે મોક્ષનું અવંધ્ય અચૂક કારણ થઈ પડે છે. પ્રશ્ન : કર્મયોગ એટલે શું? ઉત્તર : પરંતત્ત્વની ભક્તિપૂર્વક તાત્ત્વિક સમજણથી મોક્ષસાધક ધર્મક્રિયા અર્થાત્ નિજ સ્વરૂપની સાધક આત્મપરિણતિમય અધ્યાત્મકિયા તે કર્મયોગ. પ્રશન : જ્ઞાનયોગ એટલે શું? . ઉત્તર : પરંતત્વને પરમ નિધાન જેમ ભક્તિથી હૃદયમાં ધારણ કરી

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312